અવકાશમાંથી આખા દેશની પહરેદારી થઈ શકે તેવી આધુનિક અને નવી વ્યવસ્થા આવનારા સમયમાં અમલી બની શકશે. ડીઆરડીઓએ ઐંચાઈ પર નજર રાખવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. સ્વદેશી હાઇ–એલ્ટિટુડ પ્લેટફોર્મ એટલે કેએચએપીએસએ સફળ લાઇટ ટ્રાયલ પૂર્ણ કયુ છે. આ ટેસ્ટ દરમિયાન એચએપીએસ સમુદ્ર તળથી ૨૧ કિલોમીટરની ઐંચાઈ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ તેને ૨૦ કિલોમીટરની ઐંચાઈ પર ૩૦ મિનિટથી વધુ સમય સુધી રાખવામાં આવ્યો હતો. ટેસ્ટ પૂરો થયા બાદ તેને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યો અને રિકવર કરી લેવામાં આવ્યો છે. આ પૂરી ઉડાન દરમિયાન એચએપીએસથી રિયલ–ટાઇમ વીડિયો અને બીજા જરી ડેટા સતત ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન સુધી મોકલવામાં આવ્યા હતા. આનાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને એ જોવામાં મદદ મળી કે હવામાં સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં. આ એચએપીએસ ને ડીઆરડીઓની આગ્રા સ્થિત એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ તૈયાર કરી રહી છે. ટ્રાયલ દરમિયાન એચએપીએસ પહેલા ૨૧ કિલોમીટરની ઐંચાઈ સુધી ગયો હતો. ત્યારબાદ તેને ૨૦ કિલોમીટરની ઐંચાઈ પર ૩૦ મિનિટથી વધુ સમય સુધી રાખવામાં આવ્યો. આ દરમિયાન સિસ્ટમના અલગ–અલગ હિસ્સાઓની તપાસ કરવામાં આવી. ઉડાન ખતમ થયા બાદ એચએપીએસને કંટ્રોલ કરીને નીચે લાવવામાં આવ્યો. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે રિકવર કરી લેવામાં આવ્યો. ટ્રાયલ દરમિયાન મળેલા લાઇટ ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એચએપીએસમાં ઉડાન દરમિયાન માહિતી એકત્રિત કરવા માટે અનેક ઇલેકટ્રોનિક સિસ્ટમ લગાવવામાં આવી હતી. આમાં ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ રિસીવર, ઓનબોર્ડ કેમેરા અને ઐંચાઈ કંટ્રોલ કરનાર સિસ્ટમ સામેલ છે. જીપીએસથી એચએપીએસની લોકેશનની માહિતી મળે છે. કેમેરાથી રિયલ–ટાઇમ વીડિયો લેવામાં આવ્યો. યારે આઈએમયુ સમેત બીજી સિસ્ટમથી ઉડાન સાથે જોડાયેલી માહિતી મળતી રહી. આ પૂરો ડેટા ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન પર હાજર ટીમને મળતો રહ્યો. એચએપીએસએક લાઈટર–ધેન–એર સિસ્ટમ છે. તેને ખાસ કરીને સ્ટ્રેટોસ્ફિયરમાં લાંબા સમય સુધી ઉડાડવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. સ્ટ્રેટોસ્ફિયર ધરતીના વાતાવરણનું એક ઉપરી પડ છે. આ પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ ભવિષ્યમાં લાંબા સમય સુધી હવાઈ દેખરેખ અને મોનિટરિંગ માટે થઈ શકે છે. તેની ખાસિયત એ છે કે તેને ઘણી ઐંચાઈ પર લાંબા સમય સુધી રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. જોકે, હજુ એચએપીએસ વિકાસ અને ટેસ્ટિંગના દોરમાં છે. આ લાઇટ ટ્રાયલમાં ડીઆરડીઓ સાથે ભારતીય વાયુ સેના, ડીજીસીએ એરપોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એએઆઈ અને બીજી સિવિલ એજન્સીઓ પણ સામેલ રહી. આટલી વધારે ઐંચાઈ પર ઉડાન માટે એરસ્પેસ અને સુરક્ષા સાથે જોડાયેલા ઇન્તજામ પણ જરી હોય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ