BREAKING NEWS

બાપ રે...20 છગ્ગા અને 31 ચોગ્ગા, ભારતે અંડર-19 એશિયા કપમાં 433 રન બનાવ્યા, વૈભવ સૂર્યવંશી એકલાએ ફટકાર્યા 171 રન

  • December 12, 2025 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અંડર-૧૯ એશિયા કપનો આજથી પ્રારંભ થયો છે, ટુર્નામેન્ટનો પહેલો મુકાબલો ભારત અને યુએઈ વચ્ચે રમાઈ રહ્યો છે. દુબઈમાં રમાયેલી આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ ચોગ્ગા અને છગ્ગાની મદદથી ૧૭૧ રનની ઈનિંગ રમી હતી. પહેલા બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૪૩૩ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સૂર્યવંશી ઉપરાંત, વિહાન મલ્હોત્રા અને એરોન જ્યોર્જે અડધી સદી ફટકારી હતી.


ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, આયુષ મ્હાત્રે માત્ર ૪ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જે ૨૧૨ રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યોર્જ ૬૯ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ વૈભવ સૂર્યવંશી અલગ મૂડમાં હતો.


૨૦ છગ્ગા અને ૩૧ ચોગ્ગા

ભારતે ૪૩૩ રનની ઈનિંગમાં કુલ ૨૦ છગ્ગા અને ૩૧ ચોગ્ગા ફટકાર્યા હતા. આ 20 છગ્ગામાંથી 14 છગ્ગા એકલા વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા હતા, જે 171 રન બનાવીને આઉટ થયો હતો. વિહાન મલ્હોત્રાએ પણ 69 રનનું યોગદાન આપ્યું હતું. વેદાંત ત્રિવેદીએ 38 રન બનાવ્યા હતા અને અભિજ્ઞાન કુંડુએ ટીમ ઈન્ડિયાનો સ્કોર 400ને પાર પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કુંડુ 17 બોલમાં 32 રન બનાવીને અણનમ રહ્યો હતો. અભિજ્ઞાન કુંડુ ઉપરાંત, કનિષ્ક ચૌહાણે પણ વિસ્ફોટક બેટિંગ કરી હતી, 12 બોલમાં 28 રન બનાવ્યા હતા.


અંડર-19 વન-ડે ઇતિહાસમાં ત્રીજો સૌથી વધુ સ્કોર

ભારતે અંડર-19 વનડે ક્રિકેટ ઇતિહાસમાં ત્રીજો સૌથી વધુ સ્કોર નોંધાવ્યો છે. અંડર-19 વન-ડે મેચમાં ભારતનો અગાઉનો સૌથી વધુ સ્કોર 425 હતો, જે તેણે 2004માં સ્કોટલેન્ડ સામે બનાવ્યો હતો. હવે, ટીમ ઈન્ડિયાએ 433 રન બનાવ્યા છે. અંડર-૧૯ સ્તરે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર ૪૮૦ છે, જે ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૨માં કેન્યા સામે બનાવ્યો હતો. બીજો સૌથી વધુ સ્કોર ન્યુઝીલેન્ડનો છે, જેણે ૨૦૧૮માં કેન્યા સામે ૪૩૬ રન બનાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application