ભારતે ટોમહોક જેવી લોન્ગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતે ટોમહોક જેવી લોન્ગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
June 17, 2026 02:33 PM
ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ભારતની રક્ષા સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) એ સોમવારે ઓડિશા કિનારે આવેલા ડો. એપીજે અબ્દુલ કલામ આઇસલેન્ડ પરથી લોન્ગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ (એલઆરએલસીએમ) નું સફળ લાઇટ–ટેસ્ટ કયુ. આ સ્વદેશી અને અધતન ક્રૂઝ મિસાઇલ જમીન આધારિત લયો પર અત્યતં ચોકસાઈથી હત્પમલો કરવા માટે વિકસાવવામાં આવી છે.સંરક્ષણ મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પરીક્ષણ દરમિયાન નક્કી કરાયેલા તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા. પરીક્ષણના વિવિધ તબક્કાઓનું નિરીક્ષણ કરવા માટે ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જના અધતન ટ્રેકિંગ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રા થયેલા ડેટાએ મિસાઇલની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતાની પુષ્ટ્રિ કરી છે.એલઆરએલસીએમની મારક ક્ષમતા અંદાજે ૧,૫૦૦ કિલોમીટર સુધી હોવાનું માનવામાં આવે છે. આ મિસાઇલ લાંબા અંતરેથી પણ લયને અત્યતં ચોકસાઈથી નિશાન બનાવી શકે છે. તેની સરખામણી અમેરિકાની પ્રસિદ્ધ ટોમહોક ક્રૂઝ મિસાઇલ સાથે કરવામાં આવે છે. બંને મિસાઇલો સબસોનિક ગતિએ ઉડતી, જમીનથી નીચી ઐંચાઈએ ગતિ કરતી અને લાંબા અંતરના જમીન આધારિત લયોને નિશાન બનાવવામાં સક્ષમ છે.આ મિસાઇલનો મુખ્ય હેતુ ભારતીય સશક્ર દળોને દુશ્મનના મહત્વપૂર્ણ લશ્કરી મથકો, કમાન્ડ સેન્ટરો, સંચાર કેન્દ્રો, એરફિલ્ડ અને લોજિસ્ટિકસ સુવિધાઓ પર સુરક્ષિત અંતરેથી હત્પમલો કરવાની ક્ષમતા આપવાનો છે. પરિણામે, મિસાઇલ લોન્ચ કરનારા પ્લેટફોર્મ અને સૈનિકો દુશ્મનના ભારે સુરક્ષિત વિસ્તારોની પહોંચથી દૂર રહી શકે છે.એલઆરએલસીએમ ના તમામ મુખ્ય સબસિસ્ટમ્સ ડીઆરડીઓની વિવિધ પ્રયોગશાળાઓ અને ભારતીય ઉધોગ ભાગીદારો દ્રારા વિકસાવવામાં આવ્યા છે. બેંગલુ સ્થિત એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ આ પ્રોજેકટ માટે નોડલ લેબોરેટરી તરીકે કાર્યરત છે.