BREAKING NEWS

T20 વર્લ્ડ કપમાં ભારતનો વિજયી શંખનાદ: USA ને 29 રને હરાવ્યું; કેપ્ટન સૂર્યાની તોફાની ફિફ્ટી અને સિરાજની ‘ધારદાર’ બોલિંગ

  • February 07, 2026 10:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ભારતે શાનદાર જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. શનિવારે રમાયેલી આ મેચમાં ભારતે મજબૂત ગણાતી USA ની ટીમને 29 રને પરાજય આપ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગ અને મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ ભારતની જીતના મુખ્ય આધારસ્તંભ રહ્યા હતા.


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નબળી રહી હતી. વાનખેડેની પિચ પર બોલરોને મળી રહેલી મદદને કારણે ભારતની ઉપરની હરોળના ૪ બેટ્સમેનો માત્ર ૪૬ રનમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એક સમયે ટીમ મુશ્કેલીમાં જણાઈ રહી હતી, ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોરચો સંભાળ્યો હતો.


કેપ્ટન ઇનિંગ
સૂર્યકુમાર યાદવે માત્ર ૪૯ બોલમાં ૮૪ રનની આક્રમક ઇનિંગ રમીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી.


સન્માનજનક સ્કોર

સૂર્યાની ફિફ્ટીના જોરે ભારતે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૬૨ રનનો લડાયક સ્કોર ખડક્યો હતો.


USA નો સંઘર્ષ અને સિરાજનો ‘પંજો’
૧૬૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી USA ની ટીમની શરૂઆત પણ સારી રહી નહોતી. ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું. જોકે USA ના મધ્યમ ક્રમના બેટ્સમેનોએ થોડો સંઘર્ષ જરૂર કર્યો હતો. USA તરફથી શુભમ રંજને અને સંજય કૃષ્ણમૂર્તિએ ૩૭-૩૭ રનની લડાયક ઇનિંગ રમી હતી, જ્યારે મિલિંદ કુમારે ૩૪ રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલિંગ
મોહમ્મદ સિરાજે શાનદાર લયમાં બોલિંગ કરતા ૩ વિકેટ ઝડપીને પ્રવાસી ટીમની કમર તોડી નાખી હતી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે પણ કરકસરભરી બોલિંગ કરીને ૨-૨ વિકેટ ઝડપી હતી. સતત વિકેટ પડવાને કારણે USA ની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને માત્ર ૧૩૨ રન જ બનાવી શકી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News