BREAKING NEWS

વરસાદના કારણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20 મેચ રદ, સિરીઝ 2-2 થી ડ્રો

  • October 17, 2026 10:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદના વિઘ્ન અને ખરાબ હવામાનના કારણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનાર પાંચમી T20 મેચ રદ કરવામાં આવી છે. આ સાથે જ પાંચ મેચોની આ સિરીઝ 2-2 ની બરાબરી પર સમાપ્ત થઈ છે. આ પરિણામ સાથે ટીમ ઈન્ડિયા છેલ્લા 4 વર્ષમાં પોતાના ઘરઆંગણે કોઈ T20 સિરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે. આ અગાઉ વર્ષ 2022 માં સાઉથ આફ્રિકા સામેની 5 મેચોની સિરીઝ પણ 2-2 થી ડ્રો રહી હતી.


બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સતત વરસાદના કારણે સાંજે 6:30 વાગ્યે થનાર ટૉસ અઢી કલાક મોડું થઈને રાત્રે 9:00 વાગ્યે યોજાયો હતો. વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મેચને ઘટાડીને 9-9 ઓવરની કરવામાં આવી હતી.



ભારતીય ટીમે 7.4 ઓવર સુધી બેટિંગ કરી હતી, જેમાં ટીમ દ્વારા 5 વિકેટના નુકસાન પર 118 રન બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને માત્ર 10 બોલમાં 30 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યારે નમાન ધિરે 6 બોલમાં 24 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ પછી ફરીથી વરસાદ શરૂ થઈ જતાં મેચ આગળ ચાલુ રાખી શકાઈ નહોતી અને અંતે મેચ રદ કરવાની ફરજ પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application