અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. તેમણે કહ્યું હતું કે ભારત તાત્કાલિક આવું કરી શકતું નથી પરંતુ ટૂંક સમયમાં કરશે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે તેઓ હવે ચીનને પણ આવું કરવા દબાણ કરશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા માટે ભારત પર સતત દબાણ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે એક કાર્યક્રમમાં ભાષણ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ભૂતકાળમાં, ભારતને દર થોડા મહિને એક નવો નેતા મળતો હતો, પરંતુ મારા મિત્ર મોદી લાંબા સમયથી સત્તામાં છે અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ થોડા સમયમાં ભારત પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે.. ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ પુતિન પાસેથી ફક્ત એટલું જ ઇચ્છે છે કે આ યુદ્ધ બંધ કરે અને યુક્રેનિયન અને રશિયનોને મારવાનું બંધ કરે કારણ કે તેઓ ઘણા બધા રશિયનોને મારી રહ્યા છે. ઝેલેન્સકી અને વ્લાદિમીર પુતિનને એકબીજા પ્રત્યે ઘણી નફરત છે, જે એક મોટી અવરોધ છે. જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે, તો આ કાર્ય સરળ બનશ
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા રશિયા સાથે ભારતના ઉર્જા વેપારને સતત સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પે જવાબમાં ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ પણ લાદ્યો હતો. જોકે, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ, જેમીસન ગ્રીસે જણાવ્યું હતું કે ભારત એક સાર્વભૌમ દેશ છે અને તે પોતાના નિર્ણયો લઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા ભારતને કોઈપણ દેશ સાથે સંબંધો જાળવવા કે તોડવા માટે દબાણ કરી રહ્યું નથી. અગાઉ, પુતિને અમેરિકાને ચેતવણી આપી હતી કે જો અમેરિકા ભારત અને ચીન પર રશિયા સાથેના વેપાર સંબંધો સમાપ્ત કરવા માટે દબાણ કરશે, તો અમેરિકાને પણ આર્થિક નુકસાન થશે.
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીમાં પહેલા ક્રમે ચીન, ભારત બીજા ક્રમે
ભારતે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી આશરે રૂ. 25,597 કરોડનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું. આ સાથે, ભારત ચીન પછી બીજા ક્રમે સૌથી મોટું ખરીદનાર બન્યું. હેલસિંકી સ્થિત સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના નવા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. અહેવાલ મુજબ, ચીને આ સમયગાળા દરમિયાન 3.2 અબજ યુરોનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. એ પણ નોંધવું જોઈએ કે ચીન રશિયન અશ્મિભૂત ઇંધણનો સૌથી મોટો આયાતકાર હતો, જેમાં ભારત બીજા સ્થાને હતું. આ બે દેશો પછી તુર્કી, યુરોપિયન યુનિયન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.ભારતે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી કોલસો અને રિફાઇન્ડ ઇંધણ સહિત 3.6 અબજ યુરોના અશ્મિભૂત ઇંધણની આયાત કરી હતી. દરમિયાન, ચીનની કુલ આયાત 5.5 અબજ યુરો રહી હતી. અહેવાલમાં જણાવાયું છે કે ચીન રશિયન ક્રૂડ ઓઇલ, એલએનજી અને કોલસાનો સૌથી મોટો ખરીદનાર હતો.
ભારતની રશિયન તેલ આયાતમાં 9%નો ઘટાડો
ભારતની રશિયન ક્રૂડ ઓઇલ આયાત સપ્ટેમ્બરમાં 9% ઘટીને ફેબ્રુઆરી પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ. સરકારી તેલ કંપનીઓ દ્વારા ખરીદીમાં 38%નો ઘટાડો થયો છે, જે મે 2022 પછીનું સૌથી નીચુ સ્તર છે. કાચા તેલ ઉપરાંત, ભારતે રશિયા પાસેથી 452 મિલિયન યુરોનો કોલસો અને 344 મિલિયન યુરોનું રિફાઇન્ડ તેલ ખરીદ્યું છે.આ દરમિયાન, ચીને 784 મિલિયન યુરોનો કોલસો, 658 મિલિયન યુરોનો પાઇપલાઇન ગેસ અને 487 મિલિયન યુરોનો એલએનજી આયાત કર્યો છે. ભારતે આ સમયગાળા દરમિયાન રશિયા પાસેથી કોઈ ગેસ ખરીદ્યો નથી.અહેવાલમાં જણાવાયું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પાસેથી તેલની આયાત ઘટાડવા માટે ભારત પર દબાણ વધાર્યું છે. વોશિંગ્ટને ભારતીય નિકાસ પર વધારાની 25% ડ્યુટી પણ લાદી છે, જ્યારે અન્ય દેશો સામે આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ટ્રમ્પના દાવાના પગલે તેલના ભાવમાં અચાનક ઉછાળો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિશે એક એવો દાવો કર્યો જેના કારણે તેલના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો. ટ્રમ્પે કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાનું વચન આપ્યું છે. જો ભારત આવું કરે છે, તો આ પગલું વૈશ્વિક સપ્લાયને અસર કરી શકે છે અને ઊર્જા બજારમાં નવી ઉથલપાથલ પેદા કરી શકે છે.આ જ કારણ છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 62 ડોલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ થયું, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ 59 ડોલર પ્રતિ બેરલની આસપાસ સ્થિર રહ્યું. સતત બે સત્રમાં 2.2% ઘટાડા પછી આ વધારો થયો છે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે ભારત ક્યારે રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે, અને ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં આ મુદ્દો એક મોટો અવરોધ બની ગયો છે. ભારતના વાણિજ્ય સચિવે બુધવારે જણાવ્યું હતું કે દેશ અમેરિકા પાસેથી વધારાના 15 બિલિયન ડોલર મૂલ્યનું તેલ ખરીદવાની ક્ષમતા ધરાવે છે.