BREAKING NEWS

યુએસ ટેરિફથી બચવા ભારત બીજેથી તેલ ખરીદે તો ૩૫,૦૦૦ કરોડનું નુકસાન

  • September 26, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો ભારત રશિયા પાસેથી તેલ આયાત ઘટાડે અને યુએસ ટેરિફથી બચવા માટે તેને અન્યત્રથી મેળવે, તો તેને વાર્ષિક ૩૫,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, જો ભારત રશિયન ક્રૂડ ઓઇલના ૧ મિલિયન બેરલ પ્રતિ દિવસને પ્રતિ બેરલ ૫–૧૦ ડોલર વધુ તેલથી બદલે છે, તો તેને વાર્ષિક ૧.૮–૩.૭ બિલિયન ડોલર નું વધારાનું તેલ બિલ ભોગવવું પડી શકે છે. આ સાબિત કરે છે કે જો ભારત, યુએસ ટેરિફના દબાણ હેઠળ, બીજા દેશ પાસેથી તેલ ખરીદે છે, તો તેના ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી દેશને નુકસાન થશે.યુએઈમાં કામ કરતી ફ્રીલાન્સ કોમોડિટી વિશ્લેષક નતાલિયા કાટોનાએ જણાવ્યું હતું કે જો દરરોજ આશરે ૨ મિલિયન બેરલ તેલનો ક્રોત બદલાય છે, તો અસર લગભગ બમણી થઈ શકે છે. જો કે, આ અંદાજ ફકત સંવેદનશીલતા ગણતરી છે, વર્તમાન ભાવ તફાવતની આગાહી નથી. જોકે, કિંમત કરતાં તેલની ઉપલબ્ધતા એક મોટો પડકાર બની શકે છે.રશિયાએ ઓગસ્ટમાં ભારતને આશરે ૧.૯ મિલિયન બેરલ પ્રતિ દિવસ તેલ પૂં પાડું હતું, જે ભારતના કુલ ક્રૂડ ઓઇલ આયાતના આશરે ૪૨% જેટલું હતું. કાટોનાએ જણાવ્યું હતું કે ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ્ર કયુ છે કે ઉર્જા સુરક્ષા અને રાષ્ટ્ર્રીય હિતો પ્રથમ આવે છે, તેથી તેણી અપેક્ષા રાખે છે કે ભારત રશિયન તેલમાંથી ખસી જવાને બદલે તેના પુરવઠા ક્રોતોને વૈવિધ્યીકરણ કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application