BREAKING NEWS

ભારતીય વાયુસેનાએ વેસ્ટર્ન સેક્ટરમાં એક્સરસાઇઝ ‘મહાગુજરાત-25’ હાથ ધરી

  • November 11, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓપરેશન સંબંધિત ઉત્કૃષ્ટતા અને સંયુક્ત તૈયારીને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેનાએ વેસ્ટર્ન સેક્ટરમાં 28મીઓક્ટોબરથી11 નવેમ્બર 2025 સુધી એક્સરસાઇઝ મહાગુજરાત-25 (MGR-25) હાથ ધરી હતી.


આ કવાયત એર કેમ્પેઇન્સથી લઇને મેરિટાઇમ અને એર-લેન્ડમિશન સુધી હવાઇ કાર્યવાહીના સમગ્ર આયામો ઉપર કામગીરી હાથ ધરવા માટે ભારતીય વાયુસેના (IAF)ની ક્ષમતાનો પુરાવો આપે છે.


તેની સાથે સાથે સૈન્ય, નૌકાદળ, તટરક્ષક અને અન્ય સંરક્ષણ સંસ્થાઓની સક્રીય ભાગીદારી સાથે ટ્રાય-સર્વિસ એક્સરસાઇઝ (TSE-25) પણ ચાલી રહી છે, જે સંયુક્ત કામગીરી, આત્મનિર્ભર ભારત અને કામગીરીમાં નવીનતા દર્શાવેછે.


મહત્ત્વપૂર્ણબાબતો

આર્મી અને નેવી સાથે રિયલ-ટાઇમ જોઇન્ટ ઓપરેશન-સિવિલ એર ફિલ્ડ્સ ઉપરથી ફાઇટર મિશન-ઓપરેશન માટે માન્યતા, ફૂલ સ્પેક્ટ્રમ ઓપરેશન્સ હાથ ધરવા માટે વહીવટી અને મેઇન્ટેનન્સ સંબંધિત તૈયારીઓ. આ એક્સરસાઇઝ સાથે મળીને, ટ્રાય-સર્વિસ એકાત્મકતા, બહુ-ક્ષેત્રીય તૈયારી અને રાષ્ટ્રની મજબૂત સંરક્ષણ ભાવનાઓ વ્યક્ત કરે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application