BREAKING NEWS

સાઉદી અરેબિયામાં ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જારી: ઘરની અંદર રહેવા અને વીડિયો શેર ન કરવા અપીલ

  • October 13, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉદી અરેબિયામાં વધતી જતી પ્રાદેશિક અસ્થિરતા અને ફ્લાઈટો રદ થવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે મંગળવારે ત્યાં વસતા તમામ ભારતીય નાગરિકો માટે એક નવી કડક એડવાઈઝરી જારી કરી છે. સાઉદી અરેબિયાના વિવિધ શહેરો માટેની ભારતીય એરલાઈન્સની ફ્લાઈટો 17 ઓક્ટોબર સુધી સ્થગિત કરી દેવામાં આવી હોવાથી ઉડ્ડયન સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેને પગલે દૂતાવાસે આ મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી છે.

રિયાધમાં આવેલા ભારતીય દૂતાવાસે સાઉદીમાં રહેતા ભારતીયોને સંપૂર્ણપણે શાંત અને સતર્ક રહેવાની સલાહ આપી છે. દૂતાવાસે સ્પષ્ટ જણાવાયું છે કે હવાઈ હુમલા કે આકસ્મિક પરિસ્થિતિ વખતે નાગરિકોએ ઘરની અંદર જ રહેવું અને સ્થાનિક સત્તાવાળાઓ તથા અધિકૃત સરકારી માધ્યમો દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું જ ચુસ્તપણે પાલન કરવું. આ ઉપરાંત દૂતાવાસે ભારતીયોને વર્તમાન ઘટનાઓથી સંબંધિત કોઈપણ બિનઅધિકૃત વીડિયો અથવા સમાચારો સોશિયલ મીડિયા પર શેર કરવા, પોસ્ટ કરવા કે રીપોસ્ટ કરવાથી સ્પષ્ટપણે દૂર રહેવા વિનંતી કરી છે, જેથી ખોટી અફવાઓ ફેલાતી અટકાવી શકાય.





દૂતાવાસે એરલાઈન્સ સેવાઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 17 ઓક્ટોબર સુધી રિયાધ, દમ્મામ અને જેદ્દાહ માટેની પોતાની તમામ ફ્લાઈટો સસ્પેન્ડ કરી દીધી છે. આ ઉપરાંત અકાસા એરે રિયાધ અને જેદ્દાહ માટેની સેવાઓ રોકી દીધી છે, જ્યારે ઈન્ડિગો એરલાઈન્સે પણ 17 ઓક્ટોબર સુધી રિયાધ, દમ્મામ, જેદ્દાહ અને મદીના માટેની પોતાની તમામ ફ્લાઈટો રદ કરી દીધી છે.



સાઉદી અરેબિયાની જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિએશને રિયાધના કિંગ ખાલીદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે દમ્મામ, જેદ્દાહ અને મદીના સહિતના અન્ય પ્રમુખ એરપોર્ટો પર કામગીરી ચાલુ છે, પરંતુ ત્યાં પણ ફ્લાઈટોના શિડ્યુલમાં ભારે ખલેલ પહોંચી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભારતીય નાગરિકોને દૂતાવાસના સંપર્કમાં રહેવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application