BREAKING NEWS

ભારતીય મહિલા હોકી ટીમ પાસે 44 વર્ષ પછી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાની સુવર્ણ તક: સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 2-0 થી ચટાડી ધૂળ

  • September 30, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલીમા ટેટેની કપ્તાની હેઠળ રમતી ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ 2026 માં અદ્ભુત પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે સેમિફાઇનલના રોમાંચક મુકાબલામાં દક્ષિણ કોરિયાને 2-0 થી પરાજય આપીને ગોલ્ડ મેડલ મેચમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમ પાસે એશિયન ગેમ્સમાં 44 વર્ષ લાંબા ગોલ્ડ મેડલના દુકાળને સમાપ્ત કરવાની સુવર્ણ તક ઊભી થઈ છે. ભારતે અગાઉ 1982 ના નવી દિલ્હી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સેમિફાઇનલ મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતીય ટીમે સતત આક્રમણ કરીને દબદબો જાળવી રાખ્યો હતો અને 8 પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા. જોકે, દક્ષિણ કોરિયાના ડિફેન્ડર્સે મજબૂત ડિફેન્સ બતાવીને ભારતને ગોલ કરવા દીધો નહોતો અને પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો.

મેચના બીજા હાફમાં પણ ભારતે પોતાનું આક્રમક વલણ ચાલુ રાખ્યું હતું. મેચની 44 મી મિનિટે ઈશિકા ચૌધરીએ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને 1-0 ની મહત્વપૂર્ણ સરસાઈ અપાવી હતી. આ ગોલના માત્ર 4 મિનિટ બાદ, એટલે કે 48 મી મિનિટે કેપ્ટન સલીમા ટેટેએ શાનદાર ફીલ્ડ ગોલ કરીને ભારતની લીડ 2-0 કરી દીધી હતી. આ સ્કોર મેચનો નિર્ણાયક સ્કોર સાબિત થયો હતો.
​​​​​​​

હવે ખિતાબી ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા હોકી ટીમનો સામનો ચીન સામે થશે, જેણે બીજી સેમિફાઇનલમાં શૂટઆઉટમાં જાપાનને 4-2 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ, બ્રોન્ઝ મેડલ માટે જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રમાશે. ભારતીય ટીમની આ સફળતાથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News