ઇટાલીના વેનિસ બિયેનાલે ડિનર ઇવેન્ટમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પોતાના શાહી અંદાજથી વિદેશી મીડિયા અને વૈશ્વિક ફેશન ઇન્ડસ્ટ્રીને મંત્રમુગ્ધ કરી દીધા છે. ભારતીય કલા, પરંપરાગત કારીગરી અને લક્ઝરી ફેશનના અદભુત સંગમ સમાન તેમના આ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. બનારસી સાડી વેનિસમાં ઇન્ડિયન પેવેલિયનના ઉદ્ઘાટન સમારોહમાં નીતા અંબાણીએ પરંપરાગત બનારસી બ્રોકેડ 'કળવા' સાડી ધારણ કરી હતી.દેશના શ્રેષ્ઠ માસ્ટર કારીગરોએ આ સાડી પાંચ મહિનાની અથાહ મહેનતથી વણી હતી.સાડીનું વણાટ, ટેક્સચર અને ડિઝાઇન સંપૂર્ણપણે હસ્તકલા દ્વારા તૈયાર કરાયા છે.
આ ટ્રેડિશનલ લુકને મોર્ડન ટચ આપવા માટે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલું ગોલ્ડ ચેન્ટિલી લેસ બ્લાઉઝ પહેરવામાં આવ્યું હતું.રત્નોથી જડિત નેકલેસ અને શાહી ક્લચ નીતા અંબાણીની જ્વેલરી હંમેશા આકર્ષણનું કેન્દ્ર બને છે અને આ વખતે પણ તેમનો ઠાઠ જોવા જેવો હતો
રત્ના રિવિએર નેકલેસ
મશહૂર જ્વેલર્સ 'કાંતિલાલ છોટાલાલ' દ્વારા ડિઝાઇન કરાયેલા આ નેકલેસમાં બર્મીઝ રૂબી, કોલમ્બિયન એમરાલ્ડ, વ્હાઇટ ડાયમંડ અને યલો ડાયમંડ જડવામાં આવ્યા હતા. આમાંના ઘણા કિંમતી રત્નો તેમના અંગત કલેક્શનનો ભાગ છે.
રોયલ ક્લચ
તેમણે હાથમાં ટેમ્પલ આર્ટ (મંદિરની કલા) થી પ્રેરિત હેન્ડ-કાર્વ્ડ ક્લચ રાખ્યું હતું, જે સોના અને રૂબી (માણેક) થી સજ્જ હતું.ફ્લોલેસ સ્કીન અને સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટનું આઉટબજેટ
કડક સ્કીન કેર અને હેલ્ધી ડાયેટ રૂટિનપોતાની સ્કીનને ગ્લોઇંગ રાખવા માટે નીતા અંબાણી હેલ્થ અને લાઈફસ્ટાઈલ પ્રોટોકોલને ચુસ્તપણે ફોલો કરે છે.તેમના સ્કીન કેર રૂટિનમાં ક્લીન્સિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ અને સન પ્રોટેક્શન મુખ્ય છે.નિયમિત એક્સફોલિએશન, ફેસ માસ્ક અને પ્રોપર હાઇડ્રેશન તેમની દિનચર્યાનો હિસ્સો છે.આહારમાં પુષ્કળ ફળો, શાકભાજી અને એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર ચીજોનો સમાવેશ થાય છે. સાથે જ તણાવ મુક્ત રહેવા માટે મેડિટેશન પર વિશેષ ભાર મૂકે છે.
આટલી મોટી રકમ!
નીતા અંબાણીના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ બોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત નામ મિકી કોન્ટ્રાક્ટર છે.રિપોર્ટ અનુસાર, મિકી કોન્ટ્રાક્ટર માત્ર એક વ્યક્તિના સિંગલ મેકઅપ સેશન માટે 75,000 થી 1,00,000 રૂપિયા સુધીની ફી ચાર્જ કરે છે.તેઓ અંબાણી પરિવારના સભ્યો (ઇશા અંબાણી, શ્લોકા મહેતા) ઉપરાંત ઐશ્વર્યા રાય, કરીના કપૂર, દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા જેવી ટોચની બોલિવૂડ અભિનેત્રીઓના પણ પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ રહી ચૂક્યા છે.