ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા હાલમાં શેર-એ-પંજાબ ટી20 લીગમાં અમૃતસર સૂરમાસ ટીમની કેપ્ટનશીપ કરતી વખતે પોતાના દમદાર પ્રદર્શનથી ધમાલ મચાવી રહ્યા છે. જોકે, પોતાના ઉત્કૃષ્ટ ખેલની સાથે સાથે અભિષેક પોતાની અંગત જિંદગીને લઈને પણ ભારે ચર્ચામાં આવ્યા છે. બિઝનેસવુમન લૈલા ફૈસલ સાથે તેમના અફેરની અફવાઓએ સોશિયલ મીડિયા પર ફરી જોર પકડ્યું છે.
રિપોર્ટ્સ મુજબ, મેચ બાદ અભિષેક શર્મા તેમની કથિત ગર્લફ્રેન્ડ લૈલા ફૈસલ સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે. આઇપીએલ ૨૦૨૫ના સમયથી જ બંનેના ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી. જોકે, અભિષેક શર્મા કે લૈલા ફૈસલ બંનેમાંથી કોઈએ હજુ સુધી પોતાના રિલેશનશિપ વિશે અધિકૃત પુષ્ટિ કરી નથી.
અભિષેક શર્મા સાથે નામ જોડાયા બાદ લૈલા ફૈસલ સતત લાઇમલાઇટમાં છે. લૈલા મનોરંજન ક્ષેત્ર (શોબિઝ) સાથે જોડાયેલી નથી, પરંતુ બિઝનેસ જગતમાં એક જાણીતું નામ છે. દિલ્હીની રહેવાસી લૈલા દિલ્હી પબ્લિક સ્કૂલ , આર. કે. પુરમમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ કિંગ્સ કોલેજ લંડનમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ થયા છે.તેમણે યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સ્ટાઇલિંગના અભ્યાસક્રમો કર્યા છે. લંડનમાં અભ્યાસ દરમિયાન તેઓ તેમના કોલેજની ફેશન સોસાયટીના લીડર પણ રહ્યા હતા. ભારતમાં પરત ફર્યા બાદ લૈલાએ તેમના પિતાની કંપની 'સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી'માં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ શરૂ કર્યું હતું. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૨માં તેમણે પોતાની માતા સાથે મળીને પોતાનો હાઇ-એન્ડ ડિઝાઇનર લેબલ 'લેલા રૂહી ફૈસલ ડિઝાઇન્સ' લોન્ચ કર્યો હતો.
લૈલા ફૈસલ રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુક ધરાવે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ તેમનો ગ્લેમરસ અવતાર જોઈને સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application