BREAKING NEWS

ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો, ૯૦ની સ્તર સુધી પહોંચવાની તૈયારી

  • November 22, 2025 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતીય રૂપિયામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. સ્થાનિક ફોરેક્સ બજારમાં ડોલરની વધતી માંગ, વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં ભારે વેચવાલી અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ વચ્ચે, રૂપિયો 98 પૈસા ઘટીને 89.66 પર બંધ થયો, જે તેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. ફોરેક્સ નિષ્ણાતોના મતે, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજી શેરોમાં સંભવિત પરપોટાની આશંકાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું. વધુમાં, વિદેશી ભંડોળના સતત પ્રવાહથી રૂપિયા પર વધારાનું દબાણ આવ્યું.



કરન્સી નિષ્ણાંતોનું માનવું છે કે, ડૉલરની ભારે માંગ વધી છે, જ્યારે ભારતીય રિઝર્વ બેંકનું આંશિક હસ્તક્ષેપ હોવાના કારણે, તેની અસર રૂપિયા પર પડી છે. રૂપિયો બપોરે 03.05 કલાકે 89.46 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેની શરૂઆત 88.67 રૂપિયાથી થઈ હતી. જ્યારે રૂપિયો ગઈકાલે 88.૬૬પર બંધ થયો હતો.



આ પહેલા 8 મે-2025ના રોજ ડૉલર સામે રૂપિયામાં 89 પૈસાનો ઘટાડો થયો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે, રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. વૈશ્વિક માર્કેટમાં ડૉલર મજબૂત થયું છે, જ્યારે ઘરેલું આર્થિક દબાણના કારણે રૂપિયામાં આ મોટો ઘટાડો જોવા મળ્યો છે.


નિષ્ણાંતોનું કહેવું છે કે, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત થવાની આશા ખતમ થવાના તેમજ અમેરિકા-ભારત વિવાદના કારણે રૂપિયો સતત દબાણ હેઠળ છે. ઓગસ્ટનાં અંતે ભારતથી નિકાસ થતી પ્રોડક્ટ પર અમેરિકન ટેરિફ લાગુ થયા બાદ રૂપિયો સતત ગગડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application