BREAKING NEWS

યુએસ ફેડના રેટ કટના નિર્ણય બાદ ભારતીય શેરબજાર 530 પોઇન્ટ તૂટ્યું

  • October 30, 2025 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએસ ફેડના રેટ કટના નિર્ણય બાદ સ્થાનિક શેરબજાર નીચે તરફ ધસી રહ્યું છે. નબળી શરૂઆત બાદ બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ, સેન્સેક્સ, 530 પોઇન્ટ ઘટીને 84,467ના સ્તર પર ટ્રેડ થયો. જયારે નિફ્ટી, ૧૬૧ પોઇન્ટ ઘટીને 25,૮૯૨ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સમાં ફક્ત એલ એન્ડ ટી ગ્રીન ઝોનમાં રહ્યો. સન ફાર્મા, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, ઇન્ફોસિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોચના ઘટાડામાં સામેલ હતા. રોકાણકારો આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક પર પણ નજર રાખી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી એશિયન બજારોમાં ઘટાડો થયો હતો, જ્યારે યુએસ શેરબજારો રાત્રે મિશ્ર બંધ થયા હતા. બીજી તરફ, બુધવારે ભારતીય શેરબજારો ઊંચા બંધ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application