BREAKING NEWS

ભારતની ટીમે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો ઘમંડ, આ રેકોર્ડ બનાવી નવો કિર્તીમાન સ્થાપ્યો

  • February 09, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમ ઈન્ડિયાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત જીત સાથે કરી છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ભારતે USA સામે 29 રનથી જીત મેળવીને અનેક રેકોર્ડ બનાવ્યા છે. ભારત ICC વર્લ્ડ કપમાં 100 જીત હાંસલ કરનાર બીજો દેશ બન્યો, જ્યારે એકંદર ICC ટુર્નામેન્ટની દ્રષ્ટિએ, ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને WTC ફાઇનલ સહિત, ટીમ ઈન્ડિયા ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમ બની ગઈ છે. ભારતે આ સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.


ભારત ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમ બની

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ ICC ટ્રોફી જીતવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે, જેમાં 10 છે. તેઓએ છ ODI વર્લ્ડ કપ, એક T20 વર્લ્ડ કપ, બે ચેમ્પિયન્સ ટ્રોફી અને એક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) જીતી છે. તેઓએ ICC ટુર્નામેન્ટમાં કુલ 122 મેચ જીતીને આ 10 ટ્રોફી જીતી છે. ટીમ ઈન્ડિયા, જે પહેલાથી જ સાત ICC ટ્રોફી જીતી ચૂકી છે તે હવે 123 સાથે ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની ગઈ છે. ભારતે બે ODI વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને 3 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.


ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમો

(ODI વર્લ્ડકપ+ ચેમ્પિયન ટ્રોફી+ T-20 વર્લ્ડકપ+WTC ફાઇનલ્સ)


ભારત- 123 જીત

ઓસ્ટ્રેલિયા- 122 જીત

ન્યૂઝીલેન્ડ- 101 જીત

ઇંગ્લેન્ડ- 95 જીત

દક્ષિણ આફ્રિકા- 92 જીત

પાકિસ્તાન- 91 જીત

શ્રીલંકા- 87 જીત

વેસ્ટ ઇન્ડીઝ- 82 જીત

બાંગ્લાદેશ- 30 જીત

ઝિમ્બાબ્વે- 19 જીત

અફઘાનિસ્તાન- 18 જીત


ટીમ ઇન્ડિયાનો આગામી મેચ નામિબિયા સામે

ટી-20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયાનો આગામી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે હશે. આ ટુર્નામેન્ટનો સૌથી હાઇ-વોલ્ટેજ મેચ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 15 ફેબ્રુઆરીએ રમાશે. જોકે, આ મેચ પર હજુ પણ કાળા વાદળો છવાયેલા છે, કારણ કે પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ હજુ સુધી આ નિર્ણયને સત્તાવાર રીતે ICCને સુપરત કર્યો નથી. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાકિસ્તાન આગામી દિવસોમાં પોતાનો નિર્ણય પાછો ખેંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News