ભારતીયોને ફાયદો, એક લાખ ડોલર વિઝા ફી પર કોર્ટનો પ્રતિબંધ યથાવત
ભારતીયોને ફાયદો, એક લાખ ડોલર વિઝા ફી પર કોર્ટનો પ્રતિબંધ યથાવત
July 25, 2026 11:37 AM
યુએસ ફેડરલ અપીલ કોર્ટેએચ–૧બી વિઝા ફી વધારવા ઈચ્છતા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રની ન્યાયાધીશના આદેશને રોકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. તેમના આદેશમાં, નીચલી અદાલતના ન્યાયાધીશે ટ્રમ્પ વહીવટીતંત્રને વિદેશી વ્યાવસાયિકો માટે એચ–૧બી વિઝા પર ૧૦૦,૦૦૦ ડોલર ફી લાદવાથી રોકી હતી. ન્યાયાધીશે તેને ગેરકાયદેસર કર ગણાવ્યો હતો જેને કોંગ્રેસ દ્રારા મંજૂરી આપવામાં આવી ન હતી.યુએસ એચ–૧બી કાર્યક્રમ હેઠળ વાર્ષિક ૬૫,૦૦૦ વિઝા જારી કરે છે. વધુમાં, એડવાન્સ ડિગ્રી ધરાવતા કામદારો માટે ૨૦,૦૦૦ વિઝા જારી કરવામાં આવે છે. આ ત્રણથી છ વર્ષ માટે માન્ય છે. ટ્રમ્પે એચ–૧બી વિઝાના દુપયોગને ટાંકીને નોંધપાત્ર ફી વધારા માટે દલીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એચ–૧બી કાર્યક્રમનો ઇરાદાપૂર્વક દુપયોગ કરીને અમેરિકન કામદારોને ઓછા પગારવાળા, ઓછા કુશળ કામદારોથી બદલવામાં આવ્યો છે