ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા ભારતીયો માટે એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં તમામ નાગરિકોને સતર્ક રહેવાની અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
ઇઝરાયલના ઈરાન પરના હુમલામાં એક પછી એક હમાસના બે નેતાઓ અને હિઝબુલ્લાના એક કમાન્ડર માયર્િ ગયા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.
ઇઝરાયલમાં આવેલા ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને દેશની અંદર બિનજરૂરી મુસાફરી ટાળવા માટે એડવાઈઝરી જારી કરી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા આગ્રહ કર્યો છે. હાલમાં, દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
હેલ્પલાઈન નંબર આપ્યો
ભારતીય દૂતાવાસે પોતાની એડવાઈઝરીમાં કહ્યું, અમારા તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે ઇઝરાયલી અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છીએ. માહિતી આપતાં, એમ્બેસીએ કહ્યું છે કે કોઈપણ ઇમરજન્સીના કિસ્સામાં એમ્બેસીની 24 7 હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવ્યું છે . એમ્બેસીએ તમામ ભારતીયો માટે રજિસ્ટ્રેશન ફોર્મ શેર કર્યું છે, જેથી તેઓ રજિસ્ટ્રેશન કરી શકે અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સૂચવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી શકે.
એર ઈન્ડિયાએ તેલ અવીવની તમામ ફ્લાઇટ કેન્સલ કરી
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટે તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી. એરલાઈને માહિતી આપી હતી કે, 8 ઓગસ્ટ સુધીની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કંપ્નીએ વધુમાં જણાવ્યું હતું કે, તેલ અવીવની ફ્લાઈટ્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવાનું એર ઈન્ડિયાએ જણાવ્યું હતું. 8 ઓગસ્ટ બાદ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા બાદ ફરી ફ્લાઈટ શ કરવામાં આવશે. અથવા જો સરકાર દ્વારા ઈઝરાયેલમાં રહેલા ભારતીયોને પરત લાવવાનું શ કરાશે તો સરકારના આદેશ મુજબ કાર્યવાહી કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech