જયારે ભારત તેના ત્રીજા રાષ્ટ્ર્રીય અવકાશ દિવસ પર ચંદ્રયાન–૩ અને ઇસરોની ખર્ચ–અસરકારક ટેકનોલોજીની ઐતિહાસિક સફળતાની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે કેમ્બિ્રજ અને ટુરિન યુનિવર્સિટી દ્રારા કરવામાં આવેલા એક નવા અભ્યાસે ભારતીય અવકાશ સ્થાપના પર પ્રશ્નો ઉભા કર્યા છે.ઇકોનોમિકસ લેટર્સમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, ભારતનો પ્રતિ કિલોગ્રામ પેલોડ લોન્ચ ખર્ચ વિશ્વની મુખ્ય અવકાશ શકિતઓમાં સૌથી વધુ છે. જે યુનાઇટેડ સ્ટેટસ કરતા લગભગ ચાર ગણો વધારે છે. જોકે, ઇસરોના અધ્યક્ષ ડો. વી. નારાયણને આ અહેવાલને સંપૂર્ણપણે નકારી કાઢો છે, સંશોધન ડેટાને ખોટો ગણાવ્યો છે.કેમ્બિ્રજ યુનિવર્સિટીના અર્થશાક્રી એલેસિયો ટેર્ઝીના અભ્યાસ મુજબ, ભારતના રોકેટ લોન્ચ મુખ્ય અવકાશ શકિતઓમાં સૌથી મોંઘા છે. યારે ૨૦૨૫માં વૈશ્વિક સરેરાશ લોન્ચ ખર્ચ ૩,૮૬૮ ડોલર પ્રતિ કિલોગ્રામ હતો, ત્યારે યુએસ સરેરાશ ૩,૨૨૫ ડોલર પ્રતિ કિલોગ્રામ, જાપાન ૫,૨૮૭ ડોલર, ચીન ૫,૮૦૯ ડોલર, રશિયા ૬,૬૮૨ ડોલર અને યુરોપ ૯,૮૯૭ ડોલર હતો. ભારત પ્રતિ કિલોગ્રામ ૧૩,૩૦૨ ડોલર સાથે યાદીમાં ટોચ પર છે.કેમ્બિ્રજ યુનિવર્સિટીના અર્થશાક્રીઓ એલેસિયો ટેર્ઝી અને ઇટાલીના પોલિટેકનિકો ડી ટોરિનોના ફ્રાન્સેસ્કો નિકોલી દ્રારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ભારતના અવકાશ કાર્યક્રમ વિશેની લોકપ્રિય ધારણાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. એલ્સેવિયરના પ્રતિિત જર્નલ, ઇકોનોમિકસ લેટર્સમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં ૧૯૬૦ થી ૨૦૨૫ વચ્ચે ૬,૭૪૦ થી વધુ રોકેટ લોન્ચના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.કેમ્બિ્રજ અને તુરિનના સંશોધકો દલીલ કરે છે કે યારે પ્રક્ષેપણ અર્થશાક્રની તપાસ ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં આવતા પ્રતિ કિલોગ્રામ ખર્ચના પરિપ્રેયમાં કરવામાં આવે છે, ત્યારે ભારત મુખ્ય પ્રક્ષેપણ પ્રદાતાઓમાં સૌથી મોંઘા, સસ્તા નહીં, તરીકે ઉભરી આવે છે.સંશોધન પત્રમાં જણાવાયું છે કે, ભારત માટે આ ખૂબ જ ઐંચો આંકડો વિરોધાભાસી લાગે છે, કારણ કે તે કરકસરયુકત અવકાશ કાર્યક્રમની દેશની ધારણાથી તદ્દન વિપરીત છે.