BREAKING NEWS

વેનેઝુએલાની રાજધાનીમાં રાષ્ટ્રપતિ મહેલ નજીક અંધાધૂંધ ગોળીબાર

  • January 06, 2026 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેનેઝુએલા રાજધાની કારાકાસમાં રાષ્ટ્રપતિ મહેલ નજીક જ અંધાધૂંધ ગોળીબાર ગોળીબાર કરવામાં આવ્યો છે.જેના પગલે શહેરના રહેવાસીઓ ગભરાઈ ગયા છે. ગોળીબાર પછી તરત જ વેનેઝુએલાએ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી દીધી છે. કારાકાસમાં એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું છે. જેના પગલે સૈન્ય એક્શનમાં આવી ગયું છે. રાષ્ટ્રપતિ મહેલ નજીક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું, જેમાં વિમાન વિરોધી શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ડ્રોનને તોડી પાડવામાં આવ્યા પછી, વેનેઝુએલાનું સૈન્ય હવે સક્રિય છે. બખ્તરબંધ વાહનો અને લશ્કરી કર્મચારીઓએ રાષ્ટ્રપતિ મહેલને ઘેરી લીધો છે, જ્યારે સરકારે પરિસર ઉપર ડ્રોનની હાજરીની નિંદા કરી છે.સરકારે જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ અહેવાલો દર્શાવે છે કે મધ્ય કારાકાસમાં મીરાફ્લોરેસ પેલેસ ઉપર અજાણ્યા ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે સુરક્ષા દળોએ વળતો ગોળીબાર કર્યો હતો. કારાકાસના ઘણા વિસ્તારોમાં, જેમાં રાષ્ટ્રપતિ મહેલની આસપાસનો વિસ્તાર પણ સામેલ છે, લગભગ 45 મિનિટ સુધી ભારે ગોળીબારનો અવાજ સંભળાયો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના દરમિયાન લોકોએ ડ્રોન અથવા વિમાન જેવા અવાજો પણ સાંભળ્યા હતા, અને કેટલાક વિસ્તારોમાં વીજળી બંધ થઈ ગઈ હતી.

આ હુમલામાં અમે સામેલ નથી: અમેરીકાની ચોખવટ

અમેરિકાએ શનિવારે વેનેઝુએલા પર હુમલો કર્યો,અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડી લીધા. હવે દેશમાં ગોળીબાર ફરી શરૂ થયો છે, શંકા અમેરિકા તરફ ઈશારો કરી રહી છે. દરમિયાન, અમેરિકાએ એક નિવેદન જારી કર્યું છે.વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે વેનેઝુએલામાં ગોળીબારમાં અમેરિકા સામેલ નથી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મહેલ નજીક ગોળીબાર અને ડ્રોન જોવા મળ્યા હતા. જો કે, આ ઘટનામાં અમેરિકાનો કોઈ હાથ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News