BREAKING NEWS

મેઘવિરામ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાત ડેમમાં ૦.૧૦થી દોઢ ફૂટ સુધી આવક

  • August 10, 2026 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘવિરામ વચ્ચે કુલ ૮૨માંથી ૭ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૦ ફૂટથી દોઢ ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે. રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા ન્યારી-૨ ડેમમાં સતત ધીમીધારે આવક ચાલુ રહેતા હવે ઓવરફ્લો થવામાં ફક્ત પોણો ફૂટનું છેટું રહ્યું છે, કુલ ૨૦.૭૦ ફૂટની ઊંડાઇના ન્યારી-૨ ડેમમાં ૦.૧૬ ફુટ નવા નીરની આવક થતા હાલ સપાટી ૨૦ ફૂટે પહોંચી છે.વિશેષમાં રાજકોટ ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ગોંડલી ડેમમાં દોઢ ફૂટ, ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ, માલગઢમાં ૦.૧૬ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં ૦.૨૩ ફૂટ, ડેમી-૨માં ૦.૩૩ ફૂટ, જામનગર જિલ્લામાં સપડા ડેમમાં ૦.૬૬ ફુટ, ઉંડ-૧માં ૦.૨૩ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી. આ ઉપરાંત અગાઉ ઓવરફ્લો થઇ ચૂકેલા રાજકોટ જિલ્લાના આજી-૨ ડેમના બે દરવાજા ૦.૦૭૫ મીટર સુધી ખુલા છે, જ્યારે મોરબી જિલ્લાના મચ્છુ-૩નો એક દરવાજો ૦.૦૭૫ મીટર સુધી ખુલો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ અને ત્રિવેણીઠાંગા ડેમ હાલ પણ ઓવરફ્લો યથાવત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News