સમસ્ત ચોવીસીની હાજરીમાં પ્રતિમા તથા આધુનિક સ્મશાન માટે લોકફાળો
જૂના રજવાળા વખતનું આગેવાન માટેનું લૌકિક ઉચ્ચારણ છે. ત્યારે પટેલ ગામ અને આજુબાજુની સામાજિક વ્યવસ્થા સાંભળતા અને વિસ્તારના વિકાસના માળખામાં મહત્વનું પ્રદાન કરતા તથા જીણા-મોટા અનેક નિર્ણયોમાં રાજાને મદદરૂપ થતા. આવા જ એક ખ્યાતનામ પટેલ સ્વ. રામજીભાઈ દેવાભાઇ નકુમ હતા. તેઓ જામસાહેબના ખૂબ માનીતા પટેલ હતા, એવું કહેવાય છે કે બારાડી વિસ્તારમાં છેવાડાના ગામડાઓ ની મુલાકાત જામસાહેબ લેતા ત્યારે અચૂક રામજી પટેલ ની મહેમાનગતિ માણતા તથા તેમના શિરે બારાડી વિસ્તારની અનેક વ્યવસ્થાઓ નો ભાર સોંપાયો હતો.
આ સિવાય રાજમાતા સ્વ. ગુલાબકુવરબા એ રામજી પટેલને ભાઈ બનાવેલ એટલું જ નહિ કુવરીબાના લગ્નમાં પણ રામજી પટેલે જઉ-ત્તલ હોમેલ, આ વાતને લીધે જીવનભર રાજપરિવારે જીવનભર સબંધો નિભાવ્યા. ભાટિયા ગામના વિકાસ અને નવીનીકરણમાં રામજી પટેલનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. તેઓએ જ જુવાનપુર ગામનું તોરણ બાંધી નવી વસાહત ઊભી કરેલ અને વસ્તી પણ એ સમયે રામજીબાપાને રાજા જેવું માં આપતી. જુવાન પર ગામની સ્થાપના રામજી પટેલે તા.26/01/1939 તથા વિક્રમ સવાંત 1995 ના મહા સુદ-6 અને ગુરુવારના રોજ કરી હતી અને ગામનું તોરણ બાંધ્યું હતું. એવા બારાડી વિસ્તારના મોભાદાર આગેવાન પટેલ તથા સતવારા સમાજના અગ્રણી રામજીભાઈ દેવાભાઇ નકુમ (રામજી પટેલ) ની પ્રતિમાની સ્થાપના સમસ્ત જુવાનપુર ગામ તથા રામમંદિર સમિતિ દ્વારા તા.01/12/2024 અને રવિવારના રોજ કરી અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રતિમા અનાવરણ પ્રસંગમાં અમંત્ત્રાયેલ તેમના વંશજોના હાથે રખાયું હતું. રામજી પટેલના પૌત્ર નકુમ ભીખુભાઈ હરજીભાઈ તથા તેમના પરિવારજનો દ્વારા પ્રતિમાની વિધિવત પૂજન-અર્ચન કરાયું અને જુવાનપુર રામમંદિર સમિતિનું શાલ ઓઢાડી સન્માન કરેલ. આ પ્રસંગે સમસ્ત બારાડી 24 ચોવીસીના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજ જ્ઞાતિ ભોજન કરિલ હતું. આ પ્રસંગે સતવારા સમાજ તથા નકુમ પરિવાર દ્વારા જુવાનપુરનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech