એક સમય હતો કે જેમ વધુ માલિકીની પ્રોપર્ટી હોય તેમ સાં ગણાતું, ક્રેડીટ માનવામાં આવતી, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે.આજકાલ, યુવાનો મિલકતમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે.
તેઓ ઘર રાખવા કરતાં ભાડે લેવાનું વધુ સાં માને છે. તેના બદલે, અન્ય રોકાણ અને બચતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.યુવા ભારતીયો હવે હોમ લોન લેતા નથી.પહેલાના સમયમાં, લોકો મિલકતમાં વધુ રોકાણ કરતા હતા. આપણા દાદા–દાદી, પરદાદા–પૌત્રો અને આપણા પિતાએ પણ મિલકતમાં ભારે રોકાણ કયુ છે અને તેમણે પણ અમને એવું જ કરવાની સલાહ આપી છે. જો કે, સમય જતાં ઘણું બદલાયું છે, અને યુવાનોની માનસિકતા પણ વિકસિત થઈ છે. પરિણામે, તેમની રોકાણ પદ્ધતિઓ બદલાય તે સ્વાભાવિક છે. આજકાલ, યુવાનો મિલકતમાં નહીં, પણ બીજે કયાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છે.
ભારતમાં, જનરેશન ઝેડ ખરીદી કરવાને બદલે ભાડે લેવાનું પસદં કરી રહ્યા છે. રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ નોબ્રોકરના અહેવાલ મુજબ, ૪૬% ભાડે રાખનારાઓ લાંબા ગાળા માટે ભાડાના ઘરમાં રહેવા માંગે છે. ૨૫–૩૪ વર્ષની વયના ૫૩% અને ૩૫–૪૪ વર્ષની વયના ૪૮% લોકોએ કહ્યું કે તેઓ હાલમાં ખરીદી કરતાં ભાડે લેવાનું પસદં કરે છે.