ચૂંટણી પૂર્વે શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી ટીમ દ્વારા સઘન ચેકિંગ
ચૂંટણી પૂર્વે શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી ટીમ દ્વારા સઘન ચેકિંગ
April 20, 2026 03:45 PM
રાજકોટ સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો દ્વારા શહેરમાં ઠેર-ઠેર સઘન સર્ચ ઓપરેશન અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલ રાતથી જ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જાહેર માર્ગો પર પણ નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નશીલા પદાર્થો, હથિયારો કે બિનહિસાબી નાણાંની હેરાફેરી રોકી શકાય. ચૂંટણી દરમિયાન શાંતિ ભંગ ન થાય તે હેતુથી પોલીસે જેલમાંથી છૂટેલા રીઢા ગુનેગારો અને હિસ્ટ્રીશીટરોનું લિસ્ટ તૈયાર કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. અનેક શખ્સો સામે અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.