જામનગર સહિત હાલારમાં બે દિવસીય સાગર સુરક્ષા કવચ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ગઇકાલે અલગ અલગ ટુકડીઓ દ્વારા સધન પેટ્રોલીંગ અને ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી શાખા, મરીન પોલીસ સ્ટેશનની ટીમ, કોસ્ટકાર્ડ સહિતની અન્ય તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલારના તમામ સાગર કિનારાઓ વિસ્તારમાં બે દિવસ માટેની કવાયત શરૂ કરી દઈ સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
મરીન કમાન્ડોની ટીમ દ્વારા અને કોસ્ટકાર્ડ દ્વારા દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું છે, ઉપરાંત અન્ય પોલીસ ટીમ દ્વારા કોસ્ટલ એરિયામાં પણ સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગઇકાલે જામનગર મરીન કમાન્ડો અને કોસ્ટગાર્ડની ટીમો દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું, જ્યારે અન્ય પોલીસ ટીમો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે. આજે પણ જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય પોલીસ દળોની મોટી ટુકડીઓ પણ પેટ્રોલિંગમાં જોડાઈ છે.