BREAKING NEWS

રાજકોટની SOG, ડીસીબી સહિતના 28 જવાનોની આંતરિક બદલી, જાણો કોને ક્યાં ટ્રાન્સફર કરાયા

  • January 20, 2026 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં તેમજ મહત્વની ગણાતી ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઈમ, આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા 28 જેટલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ એ.એસ.આઇની આંતરિક બદલીના હુકમ કર્યા હતા.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના 28 જેટલા જવાનોની આંતરિક બદલીમાં મહત્વની ગણાતી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં એ.એસ.આઇ ચેતનસિંહ ગોહિલને ગાંધીગ્રામ હેડ કોન્સ્ટેબલ અનુજ ડાંગરને પ્ર.નગર પોલીસ મથક, એએસઆઈ વિજય સોઢાને થોરાળા, કોન્સ્ટેબલ પ્રશાંત ચુડાસમાને માલવિયાનગર અને એએસઆઈ ક્રિપાલસિંહ ઝાલાને આજીડેમ પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.


થોરાળા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ રવિરાજસિંહ છોટુભા ઝાલા, એલસીબી ઝોન-રના રાહુલ ગોહેલ, બી-ડિવિઝનના એએસઆઈ ભાવેશકુમાર પરમારની ક્રાઈમ બ્રાન્ચમાં તેમજ સાયબર ક્રાઈમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ જાડેજાને માલવિયાનગર, વિજયસિંહ જાડેજાને હેડ ક્વાર્ટર, લક્કીરાજસિંહ ગોહિલને હેડ ક્વાર્ટર, હરપાલસિંહ ગોહિલને ગાંધીગ્રામ અને લાભુબેન મોઢવાડિયાને હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા.


જ્યારે એસઓજીના ફિરોઝ શેખને યુનિવર્સિટી અને અમિતકુમાર ટુંડિયાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ઈઓડબલ્યુના મનસુરશા બાબુશા શાહમદારને માલવિયાનગર, યુવરાજસિંહ ચનુભા જાડેજાને કૂવાડવા રોડ પોલીસ મથકમાં, થોરાળા પોલીસ મથકના એએસઆઈ વિનોદ બેરડિયાને યુનિવર્સિટી પોલીસ મથક, ટ્રાફિક બ્રાન્ચના એએસઆઈ લાલજીભાઈ ડાંગરને બી-ડિવિઝન, થોરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ દિનેશ વાળાને ગાંધીગ્રામ, પેરોલ ફર્લો સ્કવોડના શાંતુબેન મુળિયાને મહિલા પોલીસ મથક, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના હેડ કોન્સ્ટેબલ મહમ્મદઆરીફ અન્સારીને હેડ ક્વાર્ટરમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.


આ ઉપરાંત માલવિયાનગરના એએસઆઈ હિરેન પરમારને આર્થિક ગુના નિવારણ શાખા, કૂવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સમીર હેરંજાને આર્થિક ગુના નિવારણ શાખા, યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ્ટેબલ રોહિતસિંહ કનકસિંહ જાડેજાને એસઓજી, સાયબર લેબના ધીરેન મકવાણાને સાયબર ક્રાઈમ પોલીસ મથક, પ્ર.નગરના એએસઆઈ કૃપાલસિંહ ઝાલાને સાયબર ક્રાઈમ પોલીસ મથક અને ગાંધીગ્રામ પોલીસ મથકના નગ્મા સુમરાને હેડ ક્વાર્ટર એટેસ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application