BREAKING NEWS

રાજકોટ પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર: CPએ 15 પોલીસકર્મીની આંતરિક બદલી કરી, જુઓ લિસ્ટ

  • September 17, 2026 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા તથા વહીવટી સ્તરે સુધારણા લાવવા માટે સતત સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ શ્રૃંખલામાં આજે ૧૭ સપ્ટેમ્બરના રોજ એક સાથે 15 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અગાઉ ગત મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા કુલ ૨૨૬ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી, અને હવે બાકી રહેલા અન્ય પોલીસ કર્મચારીઓની બદલી કરવા માટેનો નવો લીથો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે આગામી દિવસોમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગત ૯ સપ્ટેમ્બરના રોજ ૧૭ પીઆઈ (PSI)ની પણ આંતરિક બદલીના ઓર્ડર છૂટ્યા હતા.


આજે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે ૧૯ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, તેમાં વિવિધ પોલીસ સ્ટેશનો, પોલીસ હેડ ક્વાર્ટર તેમજ ટ્રાફિક શાખામાં લાંબા સમયથી ફરજ બજાવતા કર્મીઓનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓની બદલી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી (SOG), ઈઓડબ્લ્યુ (EOW), તથા પેરોલ ફર્લો સ્ક્વોડ જેવી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ શાખાઓમાં કરવામાં આવી છે, જેથી પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં વધુ વધારો કરી શકાય.



રાજકોટ શહેર પોલીસ વિભાગના નિયમો અને વહીવટી ધોરણો અનુસાર જે પોલીસ કર્મીઓ અલગ-અલગ પોલીસ સ્ટેશનો તેમજ વિવિધ શાખાઓમાં એક જ સ્થળ પર ૪ કે તેથી વધુ વર્ષથી અવિરત ફરજ બજાવી રહ્યા હતા, તેવા તમામ પોલીસ કર્મીઓની યાદી તૈયાર કરીને તબક્કાવાર બદલીઓ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રક્રિયા અંતર્ગત કુલ ૮ જેટલા લીથા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કુલ ૨૨૬ પોલીસ કર્મચારીઓની બદલીઓ થઈ ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application