BREAKING NEWS

રેસકોર્સમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ સુપરહિટ; રાજકોટવાસીઓ ઉમટ્યા

  • January 10, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે આજે સવારે ૯ કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો જે સુપરહિટ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશો તથા ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોએ ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ ગુજરાત સરકારના મંત્રી અને રાજકોટના સહ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અવસરે માન. મંત્રીશ્રી અને સહ પ્રભારી ત્રિકમભાઈ છાંગા અને મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આંતરાષ્ટ્રીય પતંગોત્સવમાં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-૨૧ દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલના નિષ્ણાત પતંગબાજો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દેશ-વિદેશના પતંગબાજોનું સ્વાગત કરવામાં આવેલ જેમાં પતંગબાજો પણ મન મુકીને નાચ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરેલ. શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા દ્વારા આપવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશનરએ મોમેન્ટો આપી મંત્રી અને સહ પ્રભારી ત્રિકમભાઈ છાંગાનું સ્વાગત કરેલ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂપાલ વડે સ્વાગત શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application