સમગ્ર વિશ્વમાં ચા પીનારાઓની સંખ્યા ઘણી વધારે છે. તે માત્ર એક સામાન્ય પીણું નથી પરંતુ બૂસ્ટર જેવું કામ કરે છે. ભારતથી જાપાન સુધી અને ચીનથી તુર્કી સુધી દરેક લોકો ચાના શોખીન છે. ચાની ઘણી લક્ઝરી બ્રાન્ડ્સ છે જે ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. તેમની ખેતી ખૂબ કાળજી સાથે કરવામાં આવે છે અને જ્યારે તે બજારમાં આવે છે ત્યારે તેની કિંમત આસમાને પહોંચી જાય છે.
ખાસ કરીને ભારતમાં લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. દરેક વ્યક્તિને અલગ-અલગ ફ્લેવરની ચા પીવાનું પસંદ હોય છે. જો ચાના શોખીન છો, તો દુનિયાની સૌથી મોંઘી ચા વિષે જાણવું જોઈએ, જેની કિંમત જાણીને હોશ ઉડી જશે.
વિશ્વની સૌથી મોંઘી ચા ચીનમાં ઉત્પન્ન થાય છે. આ ચાનું નામ છે દા-હોંગ-પાઓ-ટી આ ચા ચીનના ફુજિયન પ્રાંતના પર્વતોમાં ઉગાડવામાં આવે છે. આ વિશ્વની સૌથી મોંઘી ચા છે. આ ચા એટલી મૂલ્યવાન છે કે તેને રાષ્ટ્રીય ખજાના તરીકે જાહેર કરવામાં આવી છે.
એક કિલો ચાની કિંમત છે 9 કરોડ રૂપિયા
તેની કિંમત લગભગ 1.2 મિલિયન ડોલર પ્રતિ કિલોગ્રામ છે. એટલે કે તેની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે. આ ચાએ વર્ષ 2005માં નવો રેકોર્ડ બનાવ્યો હતો. જે આજ સુધી કોઈ ચા બનાવી શકી નથી. 20 ગ્રામ દા-હોંગ પાઓ ચા લગભગ 30 હજાર ડોલરમાં વેચાઈ હતી. આ ચાનો ઈતિહાસ ચીનના મિંગ રાજવંશ સાથે જોડાયેલો છે.
ચાંદીની જેમ ચમકતા ચાના પાંદડા ભારતમાં
ચાની બાબતમાં ભારત પણ કોઇથી પાછળ નથી. વિશ્વની સૌથી મોંઘી ચા અહીંય પણ ઉગાડવામાં આવે છે. વિશ્વની ચોથા નંબરની સૌથી મોંઘી ચા ભારતમાં ઉગાડવામાં આવે છે. આ મોંઘી ચાનું નામ સિલ્વર ટિપ્સ ઈમ્પિરિયલ ટી છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેના છોડના પાન માત્ર પૂર્ણિમાની રાત્રે જ તોડવામાં આવે છે. તે પણ નિષ્ણાતોની સલાહ લઈને સાવધાની સાથે તોડવામાં આવે છે. આ એક પ્રકારની ઓલોંગ ચા છે. જે દાર્જિલિંગના ઢોળાવ પર આવેલી મકાઈબારી ટી એસ્ટેટમાં ઉગાડવામાં આવે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેના પાંદડા સિંગાપોરની સોનાની ચાની કળીઓની જેમ ચાંદી જેવા ચમકતા હોય છે. તેનો સ્વાદ પણ ખાસ છે. આ ભારતની સૌથી મોંઘી ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech