BREAKING NEWS

જૂનાગઢમાં ૪૦ સ્થળે તપાસ, છ ગેરકાયદે બરફગોલા ધંધાર્થી ઝડપાયા

  • May 28, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ મહાનગર પાલિકા ફડ શાખાએ ગોલા ,આઇસ્ક્રીમ, કેરીના રસ, આઈસ્ક્રીમ અને રેસ્ટોરન્ટ સહિત ૪૪ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.જેમાં નિયમને નેવે મૂકી ગોલા અને અખાધ ચીજોનું વેચાણ ઝડપાયું હતું. આ ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટમા પનીરની ગુણવત્તા અંગેનું બોર્ડ લગાવેલ ન હોવાથી રેસ્ટોરન્ટ માલિકોને નિયમનો પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકા ફડ વિભાગે ભેળસળીયાઓને ઝડપવા.  બરફના ગોલાના ૧૫, કેરીના રસ, આઈસ્ક્રીમ, શ્રીખડં સહિત ૨૭ વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.ચકાસણીમાં છ લારી ધારકો દ્રારા રજીસ્ટ્રેશન વગર જ ગોલાનું વેચાણ થતું હતું. નિયમને નેવે મૂકી ચીજોનું વેચાણ થતા તંત્રએ તાત્કાલિક લારી ધારકોની રજીસ્ટ્રેશન દ્રારા નોંધણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઝાંઝરડા રોડ, ચોબારી રોડ, મધુરમ અને રાજકોટ રોડ પર આવેલ રેસ્ટોરન્ટ, હોટલ અને ઢાબા સહિત કુલ ૧૭ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. અને પનીરની ગુણવત્તા દર્શાવતું બોર્ડ લગાવવા તાકીદ કરી હતી. કોર્પેારેશન ફડ શાખાની ટીમ દ્રારા કરાયેલ આકસ્મિક ચેકિંગથી ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application