ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર સૈન્ય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે અમેરિકન સેનાએ ઈરાનના લારાક ટાપુ પર બે રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યા. ૩૦ જુલાઈ પછી ઈરાન પર આ પહેલો અમેરિકન હત્પમલો છે. અમેરિકી દળોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના રોકેટ લોન્ચર્સ પર હત્પમલો કર્યા બાદ આજે વહેલી સવારે ઈરાને જવાબી કાર્યવાહી શ કરી હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાડર્સએ જોર્ડનમાં યુએસ લશ્કરી થાણાઓ (કિંગ હત્પસૈન અને અલ અઝરાક બેઝ) પર મિસાઇલ અને ડ્રોન હત્પમલા કર્યા હતા.અમેરિકાના હુમલા બાદ, ઈરાને જોર્ડન તરફ બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. ફોકસ ન્યૂઝ અનુસાર, લારાક ટાપુ પર ઈરાની મિસાઈલ લોન્ચર્સ પર અમેરિકન સૈન્યના હત્પમલા બાદ ઈરાન
જોર્ડનમાં અમેરિકન દળો પર હત્પમલો કરી રહ્યું છે. અત્યાર સુધી, કોઈ મોટી અસરની જાણ થઈ નથી, અને લગભગ બધી જ આવનારી મિસાઈલોને અટકાવવામાં આવી છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું કે અમેરિકી હત્પમલામાં તેના કેટલાક જવાનો અને નાગરિકોના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થયા છે. ઈરાને આ હત્પમલાને ગંભીર ગણાવી અમેરિકાને સૈન્ય અને આર્થિક રીતે જવાબ આપવાની ધમકી આપી હતી.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવકતા ટિમ હોકિન્સના જણાવ્યા અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના દળોને હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટ અને સમુદ્રી માઈન્સ છોડવાની તૈયારી કરતા જોવામાં આવ્યા હતા. અમેરિકી સેનાએ ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્ર્રીય જહાજ પરિવહન માટેના માર્ગેામાંથી સમુદ્રી માઈન્સ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી. જોર્ડનના સશક્ર દળોના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે તેની હવાઈ સીમામાં પ્રવેશેલી આઠ મિસાઈલોને અટકાવવામાં આવી હતી.
અમેરિકાએ છેલ્લે ૩૦ જુલાઈએ ઈરાન વિદ્ધ સૈન્ય કાર્યવાહી કરી હતી. ત્યારે અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના અનેક ઠેકાણાં સહિત દરિયાઈ દેખરેખ અને સંરક્ષણ સ્થળો પર મોટા પાયે હત્પમલા કર્યા હતા. ત્યારબાદ ૧ ઓગસ્ટે રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગલ્ફ દેશો કતાર, સાઉદી અરેબિયા અને સંયુકત આરબ અમીરાતની અપીલ બાદ નવા હત્પમલા રોકવાનો નિર્ણય લીધો હતો.
અમેરિકા ઈરાન પર આર્થિક દબાણ વધારવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે અમેરિકા દર અઠવાડિયે ઈરાન સામે નવી સેકન્ડરી સેન્કશન જાહેર કરી શકે છે. ઈરાન યુદ્ધની અસર વૈશ્વિક સ્તરે પણ જોવા મળી રહી છે. ચીનની ત્રણ મોટી સરકારી એરલાઈન્સએર ચાઇના, ચાઇના ઈસ્ટર્ન એરલાઈન્સ અને ચાઇના સધર્ન એરલાઈન્સને સતત સાતમા વર્ષે પ્રથમ છ મહિનામાં નુકસાન થયું છે.
ત્રણેય કંપનીઓનું કુલ નુકસાન આશરે ૮.૨ અબજ યુઆન એટલે કે લગભગ ૧.૨૨ અબજ ડોલર રહ્યું છે. ઈરાન યુદ્ધને કારણે જેટ યુઅલના ભાવમાં વધારો, આંતરરાષ્ટ્ર્રીય ટમાં વિક્ષેપ અને ઐંચા ઈંધણ ખર્ચે એરલાઈન્સ પર ભારે અસર કરી છે. ત્રણેય એરલાઈન્સનો યુઅલ ખર્ચ પ્રથમ છ મહિનામાં ૩૫થી ૩૮ ટકા વધ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application