BREAKING NEWS

કુવૈતમાં ઈરાનના ડ્રોન હુમલામાં ઈટાલીના 2 નાગરિકોના મોત, ઈઝરાયેલ પણ હુમલાની તૈયારીમાં

  • November 26, 2026 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાને ગુરુવારે કુવૈત પર ડ્રોન હુમલો કર્યો છે. આ ઘટનામાં ઈટાલીના 2 નાગરિકોના મોત થયા છે. કુવૈતના સંરક્ષણ મંત્રાલય મુજબ, સેનાએ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યું હતું. પરંતુ તેના કાટમાળ નીચે 4 લોકો આવી ગયા હતા. આ ઘટનામાં 1 પાકિસ્તાની અને 1 કુવૈતી નાગરિક પણ ઘાયલ થયા છે.

ઈટાલીના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મૃતકો એર ડિફેન્સ ટેકનિશિયન હતા. તેઓ કુવૈતની એક સંરક્ષણ કંપનીમાં કામ કરતા હતા. તેમની પાસે રડાર સિસ્ટમ જાળવવાની જવાબદારી હતી.

કુવૈતમાં ઈટાલીના સૈનિકોની હાજરી કુવૈતમાં ઈટાલીના લગભગ 400 સૈનિકો તૈનાત છે. કુવૈતમાં ઈટાલીના રાજદૂત લોરેન્ઝો મોરિનીએ 4 નવેમ્બરે આ માહિતી આપી હતી. મોટાભાગના સૈનિકો એક એરબેઝ પર તૈનાત છે. રાજદૂતના જણાવ્યા અનુસાર, ઈરાન યુદ્ધ દરમિયાન ઈટાલીના સૈનિકોને અઠવાડિયા સુધી બંકરોમાં રહેવું પડ્યું હતું. તેમ છતાં તેઓ કુવૈતમાં ફરજ બજાવી રહ્યા છે.

ઈરાન પર ઈઝરાયેલના હુમલાની શક્યતા
ઈઝરાયેલ ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે છે. ઈઝરાયેલી સેનાએ ગુરુવારે કહ્યું કે તે અમેરિકાની મદદ વગર પણ પૂરી તાકાતથી કાર્યવાહી કરવા તૈયાર છે. સેનાના પ્રવક્તા એફી ડિફ્રિને સરકારી બ્રોડકાસ્ટર કાનને જણાવ્યું કે સેના સ્થિતિ પર નજર રાખી રહી છે. તેઓ ગમે તે સમયે હુમલો કરી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application