ઇસ્લામાબાદમાં યોજાનારી યુએસ–ઈરાન વાટાઘાટો પહેલા તેહરાને કડક વલણ અપનાવ્યું છે. ૭૦ સભ્યોના વિશાળ પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન પહોંચેલા ઈરાને સ્પષ્ટ્ર કયુ છે કે જો વોશિંગ્ટન તેની પૂર્વશરતો સ્વીકારે તો જ વાટાઘાટો આગળ વધશે. પાકિસ્તાન દ્રારા મધ્યસ્થી કરાયેલી આ બેઠક પર દુનિયાની નજર છે. જેડી વેંસ જોકે મંત્રણાના સમય સુધી ઓઅકિસ્તન પહોંચ્યા નહોતા એટલે વાટાઘાટો મોદી પડી હતી.
ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા પહેલા ઇરાને અમેરિકા સમક્ષ મહત્વપૂર્ણ શરતો મૂકી છે. ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ કરારમાં સંમત થયેલી બે શરતો હજુ સુધી લાગુ કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે આમાં લેબનોનમાં યુદ્ધવિરામ અને ઈરાનની જ કરાયેલી સંપત્તિઓ પરના પ્રતિબંધો હટાવવાનો સમાવેશ થાય છે. જોકે, અમેરિકાએ હજુ સુધી આ શરતો પર કોઈ ટિપ્પણી કરી નથી. બાઘર ગાલિબાફ પાકિસ્તાનમાં
ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પણ કરશે.
મોહમ્મદ બાઘર ગાલિબાફે એકસ પર લખ્યું, બંને પક્ષો વચ્ચે પરસ્પર કરાર દ્રારા સંમત થયેલા બે પગલાં હજુ સુધી લાગુ થયા નથી. લેબનોનમાં યુદ્ધવિરામ અને વાટાઘાટો શ થાય તે પહેલાં ઈરાનની જ કરાયેલી સંપત્તિ પરત કરવી. વાટાઘાટો શ થાય તે પહેલાં આ બે મુદ્દાઓ પૂર્ણ કરવા આવશ્યક છે. તેમના નિવેદનથી પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ શાંતિ કરાર પર પણ પડછાયો પડો છે. એવી આશંકા છે કે જો આ શરતો પૂરી નહીં થાય, તો ઈરાન ઇસ્લામાબાદ શાંતિ વાટાઘાટોનો બહિષ્કાર કરી શકે છે.
નેતન્યાહત્પનો ફોજદારી કેસ રવિવારે ફરી શ થશે. લેબનોન સહિત સમગ્ર પ્રદેશમાં યુદ્ધવિરામ તેમની કેદને ઝડપી બનાવશે. જો અમેરિકા નેતન્યાહને રાજદ્રારી છોડી દેવાની મંજૂરી આપીને તેની અર્થવ્યવસ્થાનો નાશ કરવા માંગે છે, તો તે આખરે તેમનો નિર્ણય હશે. અમાં માનવું છે કે આ એક મૂર્ખ પગલું હશે, પરંતુ અમે તેના માટે તૈયાર છીએ.
અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાનો યુદ્ધવિરામ બુધવારથી અમલમાં આવ્યો, અને આ અઠવાડિયાના અંતમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો શ થવાની છે. મીડિયા અહેવાલો સૂચવે છે કે ઈરાની પક્ષનું નેતૃત્વ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ કરશે. ઇઝરાયલે જણાવ્યું છે કે યુદ્ધવિરામમાં લેબનોનમાં સંઘર્ષ શામેલ નથી, જેનો દાવો ઈરાન અને મધ્યસ્થી પાકિસ્તાન દ્રારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. યુદ્ધવિરામ અમલમાં આવ્યાના થોડા કલાકો પછી, ઇઝરાયલે શ કયુ લેબનોન પર મોટો હત્પમલો, જેમાં ૩૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને ૧,૧૦૦ થી વધુ ઘાયલ થયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application