BREAKING NEWS

હોર્મુઝ સ્ટ્રેટને ઈરાન 'ડેથ વેલી 'બનાવવામાં વ્યસ્ત, અનેક સુરંગ પાથરી દીધી

  • March 11, 2026 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ નજીકના ભવિષ્શયમાં શમવાના કોઈ સંકેત નજરે પડી રહ્યા નથી, અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર ભારે બોમ્બમારા કરી રહ્યા છે. તેહરાને પણ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે અને ઈઝરાયલ અને મધ્ય પૂર્વમાં યુએસ બેઝ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. આ દરમિયાન એવી વિઅગતો પણ સામે આવી છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સુરંગ બિછાવવાનું શરૂ કરી દીધું છે, જે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઉર્જા અવરોધ બિંદુ છે, જેના દ્વારા વિશ્વના લગભગ પાંચમા ભાગનું ક્રૂડ તેલ અન્ય દેશોમાં પહોચે છે. તો બીજી તરફ અમેરિકાએ દાવો કર્યો છે કે તેના સૈન્યએ ઇરાનના આવી કામગીરી કરતા 16 જહાજ ઉડાવી દીધા છે.

આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે સુરંગ પાથરવાની કામગીરી હમણાં જ શરૂ થઈ છે અને તેમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. તાજેતરના દિવસોમાં અમુક જગ્યાએ સુરંગ પાથરી દેવામાં આવી છે, અમુક કામ ચાલી રહ્યું છે. સૂત્રએ જણાવ્યું હતું કે ઈરાન પાસે હજુ પણ તેની 80% થી 90% જેટલા માઈન લેયર્સ પડ્યા છે જેના કારણે આઈઆરજીસી સમુદ્રમાં સેંકડો સુરંગ મૂકી શકે છે. દરમિયાન, યુએસ સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં સુરંગ નાખતા ઈરાની સૈનિકો અને કામદારો પર હુમલા શરૂ કર્યા છે.જો યુદ્ધ લાંબુ ચાલશે તો શી સ્થિતિ સર્જાશે તે કળવું જ મુશ્કેલ છે.

ટ્રમ્પના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ કાર્યવાહીની વિગતવાર માહિતી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના આદેશ પર, "યુએસ સેન્ટ્રલ કમાન્ડ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે સંકટરૂપ સુરંગ બિછાવી રહેલા જહાજોને દૂર કરી રહ્યું છે. અને ઉમેર્અયું હતું કે અમે આતંકવાદીઓને સ્ટ્રેટને બંધક બનાવવાની મંજૂરી આપીશું નહીં.


હોર્મુઝ સ્ટ્રેટ શા માટે મહત્વપૂર્ણ

હોર્મુઝ સ્ટ્રેટ એક સાંકડો દરિયાઈ ચોકપોઇન્ટ છે જે તેલ અને ગેસથી સમૃદ્ધ પર્સિયન ગલ્ફને બાકીના વિશ્વ સાથે જોડે છે.

યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાં, વિશ્વના ક્રૂડ ઓઇલ ઉત્પાદનનો 20 ટકા ભાગ આ સાંકડી ચેનલમાંથી પસાર થતો હતો.ઈરાન તેના ઉત્તરીય ભાગને નિયંત્રિત કરે છે. અગાઉ, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ચેતવણી આપી હતી કે સ્ટ્રેટમાંથી પસાર થતા કોઈપણ જહાજ પર હુમલો કરવામાં આવશે. હવે ઈરાન અહી દરિયાઈ સુરંગ પાથરી રહ્યું છે જેના પગલે અહીંથી પસાર થતા જહાજ એ સુરંગને અડતા જ બ્લાસ્ટ થઈને તૂટી પડે અને આગળ વધી જ ન શકે.જો કે

યુદ્ધ શરૂ થયું ત્યારથી, ચેનલ અસરકારક રીતે બંધ કરવામાં આવી છે, અને તેમાંથી જહાજની સુરક્ષિત મુસાફરી સુરંગના લીધે ખૂબ જ ગંભીર જોખમ ઊભું કરે છે. તે હવે મૃત્યુની ખીણ બની ગયું છે.અહેવાલ મુજબ, દરરોજ આશરે 15 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ અને દરરોજ 4.5 મિલિયન બેરલ રિફાઇન્ડ ઇંધણ ગલ્ફમાં અટવાયું છે. ઇરાક અને કુવૈત જેવા દેશો પાસે હોર્મુઝ સ્ટ્રેટ સિવાય તેલ મોકલવાનો બીજો કોઈ રસ્તો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application