BREAKING NEWS

ઈરાનનો ૨૭૦ બિલિયન ડોલરના નુકસાનનો દાવો યુએસ-ઇઝરાયેલ પાસે મહાયુદ્ધનો હિસાબ માગ્યો

  • April 16, 2026 10:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે રાજદ્વારી પહેલ ફરી તીવ્ર બની છે. ઈસ્લામાબાદમાં પ્રથમ રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, બંને દેશો વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે સંમત થયા છે. એવું માનવામાં આવે છે કે ઈરાન અને અમેરિકા ટૂંક સમયમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફરી સામસામે મળી શકે છે.
દરમિયાન, ઈરાનના સત્તાવાર પ્રવક્તા, ફાતેમા મુહાર્જરાનીએ ગઈકાલે વિશ્વ સમક્ષ એક આંકડો રજૂ કર્યો જેની રકમ ૨૩૦ બિલિયન ડોલર છે. આ નુકસાનીની ભરપાઈ કરવા અમેરિકા અને ઇઝરાયેલ પાસે માંગ કરી છે.૪૭
દિવસના યુદ્ધથી થયેલા વિનાશ માટે આ પહેલું સત્તાવાર બિલ છે. ધમકી સ્પષ્ટ છે કે આ રકમ ચૂકવો નહીંતર હોમુંઝ સ્ટ્રેટ ફરીથી બંધ થઈ જશે. આ ફક્ત વળતરની માંગ નથી, પરંતુ યુદ્ધની નવી
ભાષા છે. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ની રાત્રે યુનાઈટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. તેઓએ ઈરાનના પરમાણુ સ્થળો, તેલ અને ગેસ પ્લાન્ટ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન
બનાવીને શરૂઆત કરી હતી. પરંતુ સૌથી દુઃખદ ઘટના ક્ષિણ ઇરાનના શહેર મીનાબમાં બની, જ્યાં એક અમેરિકન મિસાઇલે શજરા તૈયબા પ્રાથમિક શાળા પર હુમલો કર્યો હતો.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના માર્ચ ૨૦૨૬ના અહેવાલ મુજબ, આ હુમલામાં ૧૦૦થી વધુ બાળકો માર્યા ગયા હતા. ઈરાની સરકારનો દાવો છે કે મૃત્યુઆંક ૧૭૦ની નજીક હતો. યુએનના નિષ્ણાતોએ આ હુમલાને બાળકો પર ગંભીર હુમલો ગણાવ્યો હતો. યુએસ ડેમોક્રેટિક કાયદા ઘડનારાઓએ ટ્રમ્પ વહીવટીતંત્ર પાસેથી જવાબો માંગ્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.ઈરાની સરકારના પ્રવકતા ફાતેમા મુહાર્જરાનીએ કહ્યું, અમે
ચોક્કસપણે કાનૂની માધ્યમો દ્વારા અમારા લોકોના અધિકારોનું રક્ષણ કરીશું, જેમાં મીનાબમાં અમારા પ્રિયજનોના લોહીનું વળતર પણ સામેલ છે. તે રાતને ૪૭ દિવસ વીતી ગયા છે. લડાઈ બંધ થઈ નથી અને હવે ઈરાને તે વિનાશનો પ્રથમ સત્તાવાર હિસાબ વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે.રશિયન સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટી સાથેની એક મુલાકાતમાં, ઈરાની સરકારના પ્રવક્તા ફાતેમાં મુહાજેરાનીએ જણાવ્યું હતું કે આ પ્રારંભિક અને ખૂબ જ રફ આંકડા છે, પરંતુ અત્યાર સુધી કુલ નુકસાન ૨૭૦ બિલિયન ડોલર છે. આ ફક્ત એક સંખ્યા નથી તે ઈરાનના આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિનાશનું પ્રથમ મૂલ્યાંકન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application