BREAKING NEWS

ટ્રમ્પ–નેતન્યાહની બેઠક પૂરી થતાં ઈરાને અમેરિકી સૈન્ય બેઝ પર મિસાઈલો છોડી

  • July 29, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે યુએસ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાને યુએસ બેઝ પર મિસાઈલ હત્પમલો કર્યેા હતો, જેને યુએસ સૈન્યએ અટકાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઈરાન દ્રારા છોડવામાં આવેલી મિસાઈલો સફળતાપૂર્વક અટકાવવામાં આવી હતી.
કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હત્પમલા બધં કરવાની જાહેરાત કર્યાના લગભગ એક દિવસ પછી આ હત્પમલો થયો હતો. આ હત્પમલો નેતન્યાહ અને ટ્રમ્પ વચ્ચે બેઠક પૂરી થયા પછી તુરતં કરવામાં આવ્યો હતો.
આ ઘટના ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે આવી છે, જે છેલ્લા કેટલાક સમયથી વિવિધ મુદ્દાઓ પર ગંભીર વિવાદમાં ફસાયેલા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે આ હત્પમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ઈરાનની કાર્યવાહી પ્રાદેશિક સુરક્ષા માટે ખતરો છે. અમેરિકાએ સંકેત આપ્યો હતો કે તે પરિસ્થિતિ પર નજર રાખશે અને જરી પગલાં લેશે. ટ્રમ્પે ગઈકાલે વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહ સાથે મુલાકાત કરી હતી. ઇઝરાયેલી નેતાએ આ બેઠકને તેમણે અત્યાર સુધીની શ્રે બેઠક ગણાવી હતી અને ઈરાન અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર ગાઢ સંકલનની નોંધ લીધી હતી. ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરી હતી, જેમણે જણાવ્યું હતું કે તેઓએ હવાઈ સુરક્ષા અને રાજદ્રારી ચર્ચા કરી હતી. વધુમાં, ઈરાની અને યુક્રેનિયન અધિકારીઓએ સાહના અંતે કેસ્પિયન સમુદ્રમાં ઈરાની જહાજ પર યુક્રેનના હત્પમલા બાદ તણાવ ઓછો કરવાની ઇચ્છા વ્યકત કરી.
અમેરિકન સૈન્ય દ્રારા ઈરાન તરફથી થયેલા અચાનક મિસાઈલ હત્પમલાને નિષ્ફળ બનાવ્યા બાદ તેલના ભાવમાં પાંચ ટકાનો વધારો થયો છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૧૩ ટકા વધીને ૮૩ ડોલર પ્રતિ બેરલ થયો છે. યુએસ બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ ૪.૧૧ ટકા વધીને ૮૩ ડોલર પ્રતિ બેરલ થયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application