મહારાષ્ટ્ર્રમાં બાઈક ટેકસી દ્રારા મુસાફરી કરતા લોકો અને આ સેવા મારફતે કમાણી કરતા ચાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાયમાં બાઈક ટેકસી ચલાવતા ઓપરેટરોને પેટ્રોલથી ચાલતાં દ્રિચક્રી વાહનોની જગ્યાએ ઇલેકિટ્રક બાઈક અપનાવવા માટે જુલાઈ ૨૦૨૭ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ શહેરોમાં વધતા પ્રદૂષણને ઘટાડવા અને ઇલેકિટ્રક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ નિર્ણયને પગલે બાઈક ટેકસી સંચાલક કંપનીઓએ પોતાના વાહનોના કાફલામાં ઇલેકિટ્રક બાઈકની સંખ્યા વધારવા માટે આયોજન કરવું પડશે. જોકે, પેટ્રોલ બાઈકમાંથી ઇલેકિટ્રક બાઈક તરફ વળવું સંચાલકો અને ચાલકો માટે સરળ નહીં હોય. નવી બાઈક ખરીદવાનો ખર્ચ, ચાજિગ સ્ટેશનની ઉપલબ્ધતા, બેટરી બદલવાની સુવિધા અને સમયસર સમારકામ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવી જરી બનશે. પેટ્રોલ બાઈકની જગ્યાએ ઇલેકિટ્રક બાઈક ખરીદવા માટે ચાલકો અને કંપનીઓએ શઆતમાં મોટું રોકાણ કરવું પડી શકે છે. આર્થિક રીતે મર્યાદિત ચાલકો માટે એકસાથે નવી બાઈક ખરીદવી મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં સરળ હા અને લોન જેવી નાણાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જર ઊભી થઈ શકે છે. બાઈક ટેકસી ચાલકો દિવસ દરમિયાન લાંબા સમય સુધી રસ્તા પર રહીને મુસાફરોને સેવા આપે છે. આવી સ્થિતિમાં ચાજિગ માટે વધુ સમય ફાળવવો પડે તો તેમની દૈનિક કમાણી પર અસર થઈ શકે છે. તેથી શહેરોના વિવિધ વિસ્તારોમાં પૂરતાં ચાજિગ સ્ટેશન ઉપલબ્ધ હોવા જરી છે, જેથી ચાલકોને સરળતાથી બાઈક ચાર્જ કરવાની સુવિધા મળી રહે.