અમુક શરતો માનવા અમેરિકા તૈયાર છતાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો ઈરાનનો ઇનકાર
અમુક શરતો માનવા અમેરિકા તૈયાર છતાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો ઈરાનનો ઇનકાર
October 12, 2026 02:25 PM
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અમેરિકાના પ્રતિભાવને સાફ શબ્દોમાં નકારી કાઢો છે. ઈરાન કહે છે કે તેણે અમેરિકા સમક્ષ સાત શરતો રજૂ કરી છે. અમેરિકાએ આમાંથી કેટલીક શરતો સ્વીકારી છે, પરંતુ બાકીની બાબતો પર સ્પષ્ટ્ર પ્રતિભાવ આપ્યો નથી. ઈરાને કહ્યું કે યાં સુધી તેની બધી શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ અમેરિકા માટે ખુલશે નહીં અને કોઈ વાતચીત થશે નહીં.ઈરાનની સુપ્રીમ નેશનલ સિકયુરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસેન રેઝાઈએ કહ્યું કે અમેરિકાનો પ્રતિભાવ અપૂરતો હતો. ઈરાનના રાય મીડિયા અનુસાર, રેઝાઈએ કહ્યું કે અમેરિકાએ હવે બાકીની શરતો પર પોતાનું વલણ સ્પષ્ટ્ર કરવું જોઈએ. ઈરાન આ સમયે અમેરિકાને કોઈ નવો પ્રતિભાવ જારી કરશે નહીં. કતાર અમેરિકા અને ઈરાન વચ્ચે સંદેશ રિલે તરીકે કામ કરી રહ્યું છે. અમેરિકાએ કતાર દ્રારા ઈરાનને પણ જવાબ મોકલ્યો. ઈરાન ઇચ્છે છે કે બંને દેશો જૂનમાં થયેલા ઇસ્લામાબાદ કરારના સુધારેલા સંસ્કરણ પર પાછા ફરે, જેણે યુદ્ધને અસ્થાયી પે અટકાવ્યું હતું. તેમાં હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને લગતા મુદ્દાઓ પણ શામેલ હતા. ગયા અઠવાડિયે, એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો વાસ્તવિક વિવાદ શરતો પર નથી, પરંતુ કઈ શરત પહેલા પૂરી કરવામાં આવશે તે અંગે છે. ઈરાને સ્પષ્ટ્રતા કરી છે કે તે હાલમાં તેના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે વાટાઘાટો કરી રહ્યું નથી. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઈસ્માઈલ બાઘાઈએ કહ્યું કે યુએસ દરખાસ્તોમાં મોટાભાગે જૂની માંગણીઓ છે, જેમાં તેના પરમાણુ કાર્યક્રમ સંબંધિત માંગણીઓ પણ શામેલ છે.તેમણે એવા અહેવાલોને ખોટા ગણાવ્યા કે ઈરાન પ્રતિબંધો હટાવવાના બદલામાં યુએન પરમાણુ નિરીક્ષકને તપાસ કરવાની મંજૂરી આપવા તૈયાર છે. બાઘાઈએ કહ્યું કે ઈરાનની હાલમાં પહેલી પ્રાથમિકતા હોર્મુઝમાં સુરક્ષા પુન:સ્થાપિત કરવાની છે.