ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના ઈસ્ફહાન સેન્ટર પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. આજે ઈઝરાયલ અને અમેરિકાએ પાંચમી વખત ઈસ્ફહાન સેન્ટરને નિશાન બનાવ્યું. આ સાથે, તેમના ગુમ થયેલા પાઈલટને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો. ઈરાને દાવો કર્યો હતો કે પાઈલટના બચાવ કામગીરી દરમિયાન, તેણે અમેરિકાના બે C-130 વિમાન સાથે બે બ્લેક સી-હોક હેલિકોપ્ટરને તોડી પાડ્યા હતા. ઈસ્ફહાન સેન્ટર નજીક હેલિકોપ્ટર અને વિમાનના કાટમાળના વીડિયો પણ સામે આવ્યા છે.
ઈરાનના ઈસ્ફહાન પરમાણુ સુવિધાનો એક વીડિયો બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન દ્વારા ઈસ્ફહાનમાં તોડી પાડવામાં આવેલા બે યુએસ બ્લેક સી હોક હેલિકોપ્ટર અને એક અમેરિકન C-130 લશ્કરી પરિવહન વિમાનનો આ પહેલો વીડિયો છે. ઈરાને તેમને દક્ષિણ ઈસ્ફહાન ક્ષેત્રમાં તોડી પાડ્યા હતા. ઈરાને આ બે હેલિકોપ્ટરને શનિવારે તોડી પાડ્યા હતા કે રવિવારે તે જાણી શકાયું નથી. જોકે, હેલિકોપ્ટરના કાટમાળની શોધથી અમેરિકાને થયેલા ભારે નુકસાનની પુષ્ટિ થઈ છે.
ઈરાને 6 કલાકમાં અમેરિકાને ભારે નુકસાન પહોંચાડ્યું
છેલ્લા 36 કલાકમાં, ઈરાને યુદ્ધમાં અમેરિકાને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. આ સમયગાળા દરમિયાન, તેણે બે F-15E લડાયક વિમાનો, એક A-10 વિમાન, અનેક હેલિકોપ્ટર અને ડ્રોનને તોડી પાડ્યા છે. આમાં એક યુએસ બ્લેક સી હોક અને એક ચિનૂક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. હુમલામાં એક MQ-9 ડ્રોન પણ નાશ પામ્યું હતું.