BREAKING NEWS

જસદણ ભાજપ પ્રમુખના કારખાનામાં લોખડં ચોરીનો પર્દાફાશ, સાત વર્ષથી વિશ્ર્વાસુ ચોકીદાર જ ચોર!

  • November 18, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જસદણ જીઆઈડીસી  વિસ્તારમાં આવેલ અને શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડની માલિકીના જયતં એન્જીનિયરીંગ વર્કસ નામના કારખાનામાં લાખો પિયાના લોખંડની ચોરીનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લા સાત વર્ષથી કારખાનામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા કાળુ જયંતભાઈ ભટ્ટી દ્રારા જ આ લાંબા સમયથી ચોરીઓ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
કારખાનાના માલિક વિજયભાઈ રાઠોડે લગભગ ત્રણ મહિના પહેલા પોતાના કારખાનાના પ્રાંગણમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, પરંતુ ચોકીદાર કાળુભાઈ પરના અતૂટ વિશ્વાસને કારણે તેમણે કયારેય ફટેજ તપાસ્યા નહોતા. તાજેતરમાં તેમને શંકા જતાં યારે સીસીટીવી ફટેજ ચેક કરવામાં આવ્યા, ત્યારે માલિકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ફટેજમાં સ્પષ્ટ્રપણે જોવા મળ્યું કે, ચોકીદાર કાળુભાઈ અને તેમના પરિવારજનો જેમાં મહિલાઓ પણ સામેલ છે, તેઓ રાત્રિના સમયે કારખાનામાંથી લોખંડનો જથ્થો ચોરી કરીને બાઈક પર લઈને જઈ રહ્યા હતા. આ ફટેજમાં ચોરીની ઘટનાઓ સ્પષ્ટ્રપણે કેદ થયેલી છે.
કારખાના માલિક વિજયભાઈ રાઠોડના જણાવ્યા મુજબ, ચોકીદાર કાળુ છેલ્લા સાત વર્ષથી નોકરી પર હતા અને તેમના પરના વિશ્વાસને કારણે કયારેય શંકા ગઈ નહોતી. સીસીટીવી ફટેજના આધારે, છેલ્લા સાત વર્ષમાં લાખો પિયાનું લોખડં ચોરી થયું હોવાની પ્રબળ શકયતા છે. આ ઘટનાથી માત્ર જસદણ જીઆઈડીસી વિસ્તારમાં ચકચાર જાગી છે.
સમગ્ર મામલે કારખાનાના માલિક વિજયભાઈ રાઠોડે તાત્કાલિક જસદણ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર કાળુ ભટ્ટી અને તેમના પરિવાર વિદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફટેજને મહત્ત્વના પુરાવા તરીકે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શ કરી છે. પોલીસ હવે ચોકીદાર અને તેના પરિવારની ધરપકડ કરીને આ ચોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application