સુપ્રીમ કોર્ટે ગુવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એયુકેશન (સીબીએસઈ)ની ત્રણ ભાષા નીતિ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે સીબીએસઈને આ નીતિ પર પુનર્વિચાર કરવા કહ્યું અને ધોરણ છના વિધાર્થીઓને થોડી રાહત આપવાની શકયતા શોધવાનું સૂચન કયુ હતું. સુનાવણી દરમિયાન, કોર્ટે અંગ્રેજીને બિન–મૂળ ભાષા તરીકેની કલ્પના પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ જણાવ્યું હતું કે તેમને મૂળ શબ્દના ઉપયોગ સામે ગંભીર વાંધો છે, કારણ કે તે વસાહતી વિચારસરણીને પ્રતિબિંબિત કરે છે. તેમણે દલીલ કરી હતી કે તેના બદલે સ્વદેશી શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.
ન્યાયાધીશ બાગચીએ મૂળ શબ્દ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમની ટિપ્પણીમાં, ન્યાયાધીશ બાગચીએ જણાવ્યું હતું કે ભારતમાં અંગ્રેજીની ઐતિહાસિક હાજરી અને સમાજમાં તેના ઐંડા મૂળને ધ્યાનમાં લેવું જોઈએ તેવું તેમણે કહ્યું હતું.
વધુમાં કહ્યું કે, આપણે એ તપાસવાની જર છે કે અંગ્રેજી ભાષાને કેટલી હદ સુધી બિન–માતૃભાષા ગણી શકાય. મને વ્યકિતગત રીતે 'મૂળ' શબ્દ સામે ગંભીર વાંધો છે. તેનો વસાહતી અર્થ છે. તેના બદલે 'સ્વદેશી' શબ્દનો ઉપયોગ થવો જોઈએ. ભારતમાં અંગ્રેજીના ઐતિહાસિક વિકાસ અને ભારતીય સમાજમાં તેના મૂળને ધ્યાનમાં લેતા, આપણે આ અંગે અંતિમ નિર્ણય લેવો પડશે. યારે નીતિ ઘડવી એ તમારો અધિકાર છે, બંધારણીય દ્રષ્ટ્રિકોણથી, આપણે તપાસ કરવી જોઈએ કે અંગ્રેજી ભાષા બિન–માતૃભાષા છે કે સ્વદેશી. આમ કરવાથી વર્તમાન વ્યવસ્થામાં ઘણી ખામીઓ દૂર થઈ શકે છે.ત્રણ ભાષા પ્રણાલી હેઠળ ધોરણ છથી ત્રીજી ભાષા શીખવવાની પ્રણાલી અંગે પહેલાથી જ પ્રશ્નો ઉભા થયા છે. એક સંસદીય સમિતિએ પણ આ પ્રણાલીમાં ઘણી ખામીઓ દર્શાવી છે અને કહ્યું છે કે શાળાઓને ત્રીજી ભાષા લાગુ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો. ભાષા શિક્ષકોની ભરતી, અભ્યાસ સામગ્રી પૂરી પાડવા અને શિક્ષકોને તાલીમ આપવામાં સૌથી મોટી સમસ્યાઓ જોવા મળી છે. ૨૦૨૬–૨૭ માટેના અંદાજો પર લોકસભામાં રજૂ કરાયેલ સમિતિનો દસમો અહેવાલ, દેશમાં સીબીએસઈ અને સસ્તું અને ગુણવત્તાયુકત શિક્ષણ સંબંધિત બજેટ અને નીતિ પાસાઓની સમીક્ષા કરે છે.અહેવાલ મુજબ, શિક્ષણ મંત્રાલયે રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને ત્રણ ભાષાના સૂત્રમાં માળખાકીય ફેરફારો કર્યા છે. એક નવું આરવન, આરટુ અને આરથ્રી ભાષા માળખું વિકસાવવામાં આવ્યું છે. સમિતિએ સ્વીકાયુ કે મંત્રાલયે આ સંદર્ભમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો માટેના પાઠપુસ્તકોનું ૨૨ અનુસૂચિત ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. વિવિધ ભાષાઓ વચ્ચે સંક્રમણને સરળ બનાવવા માટે બ્રિજ કોર્સ અને ઈ–કન્ટેન્ટ પણ વિકસાવવામાં આવ્યા છે.
મંત્રાલયે બાળકો માટે બાળપણના શિક્ષણને સરળ અને વધુ આકર્ષક બનાવવા માટે જાદુઈ બોકસ જેવી રમત–આધારિત શિક્ષણ કીટ પણ વિકસાવી છે. આ કીટ ૨૨ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application