BREAKING NEWS

મધ્યસ્થી મફત થોડી હોય?: પાકે ટ્રમ્પ પાસે ૧૦ અબજ ડોલર માગ્યા

  • July 22, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચેના કથિત દલાલી બદલ ટ્રમ્પ વહીવટીતત્રં પાસેથી ૧૦ અબજ ડોલર માંગ્યા છે. આ માંગ ચલણ સહાય સુવિધાના પમાં છે. આનાથી પાકિસ્તાનના વિદેશી હંડિયામણ ભંડારમાં વધારો થઈ શકે છે અને તેના સંઘર્ષશીલ અર્થતંત્રને રાહત મળી શકે છે. પાકિસ્તાને આ વિનંતી યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટને કરી છે. જોકે, અમેરિકાએ પાકિસ્તાનની વિનંતી પર કોઈ ખાતરી આપી નથી.
પાકિસ્તાનની વિનંતી એવા સમયે આવી છે યારે અમેરિકા–ઈરાન સંઘર્ષને કારણે ટ્રમ્પ વહીવટીતત્રં સાથે તેની વિશ્વસનીયતા વધી છે. પાકિસ્તાનને અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્ર્રીય ભાગીદારો, જેમ કે વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્ર્રીય નાણાકીય ભંડોળ પાસેથી આર્થિક લાભ મેળવવાની આશા છે, જે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવાના બદલામાં છે. થોડા મહિના પહેલા જ, પાકિસ્તાનને  ઈંખઋ તરફથી લોનનો નવો હો મળ્યો, જેને અમેરિકા તરફથી ભેટ તરીકે જોવામાં આવ્યો.સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને બંને સરકારો વચ્ચે દ્રિપક્ષીય વિનિમય સ્થિરીકરણ સહાય સુવિધા માટે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટનો સંપર્ક કર્યેા છે, જે પાંચ વર્ષ સુધી ચાલી શકે છે. જો મંજૂરી આપવામાં આવે તો, આ સુવિધા પાકિસ્તાનને તેના વિદેશી વિનિમય ભંડારને વધારવા, પાકિસ્તાની પિયા પર દબાણ ઓછું કરવામાં અને આંતરરાષ્ટ્ર્રીય નાણાકીય સહાય પર તેની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application