અમેરિકા–ઈરાન યુદ્ધનો અંત નજીકમાં ? ઈરાની પ્રતિનિધિમંડળ પાક પહોંચ્યું
અમેરિકા–ઈરાન યુદ્ધનો અંત નજીકમાં ? ઈરાની પ્રતિનિધિમંડળ પાક પહોંચ્યું
July 22, 2026 02:23 PM
અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે, ગૃહમંત્રી એસ્કંદર મોમેનીના નેતૃત્વમાં ઈરાનનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું છે, યાં તેઓ વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે વાતચીત કરશે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ તેમના આમંત્રણ પર ઈસ્લામાબાદ પહોંચેલા મોમેનીનું સ્વાગત કયુ હતું.તેમની મુલાકાતની શઆતમાં, મોમેનીએ 'યાદગર–એ–શુહાદા' પર પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, યાં તેમને ફેડરલ કોન્સ્ટેબ્યુલરીની ટુકડી દ્રારા 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે શકરપેરિયન પાર્કની મુલાકાત લીધી.ઈરાનના ગૃહમંત્રીની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધવિરામ ભગં અને અમેરિકા અને ઈરાન વચ્ચે સતત બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવાનો છે.