પ્રભાસપાટણ : સરકારના પ્રજાભિમુખ અભિગમને કેન્દ્રમાં રાખી જીલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ.એન.વાઘેલાની અધ્યક્ષતામાં જીલ્લા સેવા સદન ખાતે ગીર સોમનાથ જીલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોનો ઝડપી તેમજ સંતોષકારક નિકાલ લાવવા માટે કલેકટરએ અરજદારોની રજૂઆતો બ સાંભળી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોએ જમીન માપણીમાં વિલંબ, ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી પવનચક્કીનું કામ અટકાવવા બાબત, પેશકદમી બાબત, દબાણ દૂર કરી જાહેર રસ્તો ખુલ્લ ો કરાવવા બાબત, આયુષ્માન કાર્ડ તેમજ ડેટા મેપિંગના વિરોધાભાસ બાબત, રસ્તાનું અધું કામ પું કરવા બાબતે, ઘઉં ખરીદીમાં વિલંબ, ટેકાના ભાવે ઘઉં ખરીદી બાબત સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતાં.
અરજદારોના પ્રશ્નોને લગત સબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી કલેકટરએ કામગીરીના અનુસંધાને જરી આદેશો આપ્યા હતાં. કલેકટરે નાગરિકોના પ્રશ્નનું તાલુકાકક્ષાએ જ ઉકેલ આવે એ રીતે એકબીજા વિભાગ સાથે સંકલન દ્રારા કામગીરી કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માર્ગદર્શન આપ્યું હતું. જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા સહિત માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય, પુરવઠા, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application