BREAKING NEWS

જામનગર : જામ્યુકો દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં રૂ.૧૦૫ કરોડનાં ખર્ચે પ્રાદેશિક ક્ધવેશન્સ સેન્ટર બનાવાશે

  • February 04, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મહાનગરોનાં મેયર, ચેરમેન અને કમિશનરને રૂબરૂ બોલાવીને તમારા શહેર અને વિસ્તારમાં કયા કયા વિકાસ કામો બાકી છે? અને નવા પ્રોજેકટ માટે આશરે કેટલા નાણાની જરૂર પડશે તે અંગેની માહિતી માંગી હતી મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ચાલુ થયેલા કામોમાં ઝડપ રખાવો, જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડીથી આગળ જીઆઇડીસી વિસ્તારમાં રૂ.૧૦૫ કરોડનાં ખર્ચે પ્રાદેશિક ક્ધવેશન્સ સેન્ટર બનાવવાનું બજેટમાં જાહેર કરાયું છે. અને તેનો ડીપીઆર ફાઇનલ તબકકામાં છે ત્યારે ટાઉનહોલ જેવા આ સેન્ટરમાં ૧૮૪ લોકો આરામદાયક સીટમાં બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્રણ સ્તરમાં આ મુખ્ય સંમેલન કેન્દ્રને વહેંચવામા આવશે. 



મ્યુ. કમિશનર ડી.એન.મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગનાં રાજીવ જાની અને મનોજ રાઠોડ આ મુખ્ય સંમેલન કેન્દ્ર ઝડપથી બને તે માટે તૈયારી કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ ફલોર પર બેક સ્ટેજની નજીક ૫૦ વીઆઇપી જગ્યા, ભોંયરામાં ૩૦૫, ૫૦ સામાન્ય ફોર વ્હીલર સ્લોટ અને ગ્રાઉન્ડ ફલોર પર ૪૩૦ ટુ વ્હીલર સહિતની વિશાળ પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવશે. 


વધુ ભીડ થાય તો તેના માટે બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાના બિંદુઓ પણ નકકી કરાયા છે. પ્રદર્શન હોલ, બીઝનેશ ટોક એરીયા આશરે ૯૦૨ ચો.મી. માં ફેલાયેલો રહેશે. તેમજ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોર પર વિશાળ વેઇટીંગ લોન્જ ઉપલબ્ધ છે. દિવ્યાંગ વ્યકિતઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. દરેક સ્તરે ટોયલેટ બ્લોકની વ્યવ્સ્થા કરવામાં આવી છે. સમર્પિત વીઆઇપી લોન્જ પુરૂષ અને સ્ત્રીઓ માટે અલગ અલગ ગ્રીન રૂમ અને ઓડીયો વીડીયો રેકોર્ડીંગ રૂમ કરવામાં આવશે. ઉપરાંત આ પરિસરમાં સૌર છતની સ્થાપના, રેઇન વોટર હાવેસ્ટીંગ સીસ્ટમ, મહેમાનો માટે અલગ વ્યવસ્થા, તેમજ વિશાળ ફુડ કોટ બનાવાશે.

​​​​​​​

આ ઉપરાંત આ પરિસરમાં ૧૫ મી. અને ૭૫ મી. બન્ને રસ્તાઓ પરથી બેવડા પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ પણ કરવામાં આવશે. જયારે મુખ્ય ક્ધવેશન્સ સેન્ટર અને પ્રદર્શન બીઝનેશ ટોક હોલ માટે એચવીએસવી સુવિધાઓ, ઘ્વનિયુકત હોલ, વ્યાપાક અગ્નિશામક પ્રણાલીઓ, તેમજ નાટકો, નૃત્ય પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યવસાયિક વાર્તાલાપ જેવા કાર્યક્રમો સમાવવા માટે બહુમુખી ડીઝાઇન કરવામાં આવશે તેટલુ જ નહિ અદ્યતન સાઉન્ડ સીસ્ટમ પણ રાખવામાં આવશે. આમ ધનવંતરી હોલ, ટાઉનહોલ, બાદ સૌથી મોટામાં મોટો ટાઉનહોલ જામનગરમાં બની રહ્યો છે જો કે આ કામમાં વધુ ઝડપ લાવી પડશે. 


જામનગરમાં ટાઉનહોલ, પાંચ બ્રીજ, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, હેલ્થ સેન્ટર સહિતનાં અનેક પ્રોજેકટ આગામી દિવસોમાં આવશે ત્યારે જામનગરને આ નવલુ નજરાણુ મળી રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application