BREAKING NEWS

જામનગરમાં વિશાળ સુવિધા ધરાવતું જેસીઆર મોલ: બ્રાન્ડેડ કપડાઓમાં ઓફર

  • October 18, 2025 05:54 PM 


જામનગરમાં એક માત્ર વિશાળ સુવિધાવાળુ તેમજ બાળકોને રમવા માટે અનેક સ્પોર્ટસ એકટીવીટી ધરાવતો મોલ એટલે જેસીઆર. જે જામનગરના ઠેબા ચોકડી બાયપાસ નજીક આવેલું છે જેમાં બાળકો માટે વિવિધ પ્રકારની સ્પોર્ટસ એકટીવીટી થઇ શકે, તેવી સુવિધા તેમજ વિવિધ બ્રાન્ડેડ કપડા, મેન્સ એસેસરીઝ, લેડીઝ એસેસરીઝ, બાળકો માટે એથેનીક કપડા તેમજ રાઇડ ઇન મુવી અને વિશાળ બેઠક વ્યવસ્થા ધરાવતું ટોકીઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. 


જામનગર નજીક આવેલ ધ એર્ન્ટટેન્મેન્ટ વર્લ્ડ જેસીઆર તેમજ ધ ફન રેસીડેન્સી હોટલ ઠેબા ચોકડી રાજકોટ બાયપાસ નજીક આવેલું છે, જેમાં શોપીંગ માટે મહીલાઓ બાળકો તેમજ પુરૂષોને વિશાળ રેન્જ મળી રહે છે, જેમાં પુરૂષો માટે વિવિધ બ્રાન્ડના કપડા, બેલ્ટ તેમજ અન્ય એસેસરીઝ તદુપરાંત મહીલાઓ માટે બ્રાન્ડેડ કુર્તી, ડ્રેસ અને લગ્ન પ્રસંગમાં પહેરી શકે તેવા કપડાઓની વિશાળ રેન્જ ધરાવે છે તેમજ બાળકો માટે એથેનીક કપડાની પણ મોટી રેન્જ જેસીઆર મોલમાં આવેલું છે. જેસીઆર મોલમાં ઇલાઇટ કપડા મલ્ટી બ્રાન્ડેડ ફેશન સ્ટોર તેમજ વિવિધ જાતના ૫૦થી વધુ લાઇફ સ્ટાઇલ ધરાવતી બ્રાન્ડના કપડા ઉપલબ્ધ છે. હાલ દિવાળી ફેસ્ટીવલમાં બ્રાન્ડેડ કપડાઓ ઉપર ૭૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ મળી રહેશે. જેસીઆર મોલમાં પુરૂષો, મહીલાઓ તેમજ બાળકો માટે લીવાઇસ, જેક એન્ડ ઝોન્સ, બીઇંગ હ્યુમન, બેનેટોન, પુમા, માન્યવર, ગ્લોબલ પબ્લીક, સ્ટાઇલોકસ, રીકેપ, ડીલજીન્સ, ‚ફ તેમજ વોઇજીન્સ સહિત અન્ય ઘણી બ્રાન્ડોની વેરાયટીઓની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. 


જેસીઆર મોલમાં બાળકો માટે ખાસ ગો-કાર્ટીન, ગેમ ઝોન સહિતની અન્ય સ્પોર્ટસ એકટીવીટી ઉપલબ્ધ છે, જયાં બાળકો સિકયુરીટી અને સેફટી સાથે ગેમ ઝોનની મજા માણી શકે છે. ગેમ ઝોનમાં ફાયર સેફટી, સિકયુરીટી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે તેમજ જેસીઆર મોલમાં ધ ફન રેસીડેન્સી હોટલ પણ ઉપલબ્ધ છે જેમાં ગુજરાતી થાળી તેમજ મલ્ટી કયુઝન રેસ્ટોરન્ટ આવેલું છે જેમાં સ્વાદિષ્ટ અને શુઘ્ધ ભોજન મળી રહે છે.
​​​​​​​

તદુપરાંત જામનગરમાં ઠેબા ચોકડી નજીક આવેલ જેસીઆર મોલમાં એક માત્ર ડ્રાઇવીન સિનેમાની મજા માણવા માટે સુવિધા ઉપલબ્ધ છે જેમાં જામનગરવાસી તેમજ દ્વારકા જિલ્લામાંથી પણ લોકો અહીં વાહનોમાં બેસીને ફીલ્મની મજા માણી શકે છે, વિશાળ બેઠક વ્યવસ્થા, ફુલ એસી અને કેન્ટીનની પણ વ્યવસ્થા ધરાવતું પીવીઆર સીનેમા પણ ત્યાં આવેલું છે જયાં તમામ નવા રીલીઝ થયેલા ફીલ્મોની મજા જામનગરવાસીઓ માણી રહ્યા છે. ૨૧ ઓકટો. થામા મુવી રીલીઝ થવા જઇ રહી છે, જેનો પ્રથમ શો રાત્રે ૯:૩૦ વાગ્યે દેખાડવામાં આવશે, મુવીની ટીકીટ બુકીંગ માટે મોલના ગ્રાઉન્ડ ફલોર ઉપર કાઉન્ટર આવેલું છે તેમજ બુક માય શો ઉપર પણ ટીકીટ બુક કરાવી શકશો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application