ધારાસભ્ય-મેયર, શહેર ભાજપ અધ્યક્ષ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા
ગત તા.૨૨ એપ્રિલ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામનાર સ્વજનોને દેશભક્તિ ગીતના માધ્યમથી ગુજરાત સ્થાપના દિન નિમિતે જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ૧ લી મે ના રોજ મ્યુનિ. ટાઉનહોલ માં રાત્રે ૯ કલાકે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અને સમગ્ર ટાઉનહોલ દેશભક્તિ ગીત તથા ગુજરાતી લોકસાહિત્યના માધ્યમથી દેશભક્તિમય બન્યો હતો.
આ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં કલાકારો દ્વારા એક પછી એક દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશભાઈ શીંગાળા, ન.પ્રા.શિ.સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, મ્યુનિ. સભ્યો, વિરોધ પક્ષના ઉપનેતા રાહુલભાઈ બોરીચા, હસમુખભાઈ હિંડોચા (ગોવા શિપયાર્ડ ડાયરેક્ટર અને પૂર્વ શહેર અધ્યક્ષ) , પૂર્વ શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, પૂર્વ શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પૂર્વ શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, પવનહંસના ડાયરેક્ટર અને પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, ન.પ્રા.શિ.સમિતિના પૂર્વ ચેરમેન વસંતભાઈ ગોરી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ન.પ્રા.શિ.સમિતિના વાઈસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ, ડે. કમિશનર ડી.એ.ઝાલા, આસી. કમિશનર ભાવેશભાઈ જાની, કાર્યપાલક ઈજનેર નીતિનભાઈ દીક્ષિત, કાર્યપાલક ઈજનેર એન. એમ. પટેલ તથા અધિકારીઓ/કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસદસભ્ય પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા તથા સ્ટે.કમિટી ચેરમેન નીલેશભાઈ કગથરા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કાર્યક્રમને બિરદાવી મૃત્યુ પામનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો તથા દિવંગત આત્માઓના મોક્ષ અર્થે પ્રાર્થનારૂપે સંદેશો મોકલવામાં આવ્યો હતો.