લાખા બાવળ ગામની સીમમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુગાર અગે દરોડો પાડયો હતો અને ત્રણ મહિલા સહિત છ પત્તા પ્રેમીઓની અટકાયત કરી હતી.
જામનગરના પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે લાખાબાવળ ગામની સીમ વિસ્તારમાં કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે ગઈકાલે ડરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ગંજીપાના વડે જુગાર રમી રહેલા અંધાશ્રમ આવાસ બ્લોક નં. ૨૧માં રહેતા ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, માધવબાગ ખાતે રહેતા ઉકાભાઇ ભીખાભાઈ બડીયાવદરા, પાણાખાણના રામભાઈ પોલાભાઈ વસરા, આવાસ કોલોનીની આશાબેન કેશવભાઈ મોઢવાડિયા, દરેડના મીનાબા ધીરુભા ચુડાસમા અને વસંત વાટીકામાં રહેતી નલીનીબેન બાબુભાઈ કોટડીયાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૩૧,૭૦૦ ની રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.