BREAKING NEWS

જામનગર : જોડિયા નજીક હોટલે જમવા ગયેલા યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

  • November 11, 2025 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયાના ખીરી સર્કલ પાસે આવેલી એક હોટલમાં જમવા ગયેલા ગ્રાહક ઉપર હોટલના કાઉન્ટર પર બેઠેલા શખ્સે ઉશ્કેરાઇ જઇ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત ગ્રાહકને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, આ મામલે કાઉન્ટર પર બેઠેલા શખ્સ વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. 


જોડિયા તાલુકાના ખીરી ગામ નજીક આવેલ શિવ લહેરી હોટલમાં ગઈકાલે જાંબુડા ગામના  રાજભા બાબુભાઈ ગઢવીના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ  કામ કરતા નિલેશભાઈ ભીમાભાઇ વિરમગામા પોતાના મિત્ર ઈકબાલભાઈને લઈને જમવા ગયા હતા. ત્યાં કોઈ બાબતે બોલાચાલી થતા હોટલના કાઉન્ટરમાં બેસેલા નરેન્દ્રસિંહ સરવૈયાએ છરી વડે નિલેશભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને છાતીમાં તથા પડખા માં છરીના બે ઘા ઝીંકી  દીધા હતા. આથી નિલેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા હતા.
​​​​​​​

 આ બનાવ અંગે જાંબુડા ગામમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી રાજભા ગઢવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેન્દ્રસિંહ સરવૈયા સામે ગુનો નોંધયો છે. આ બનાવ અંગે પીઆઇ આર.એસ. રાજપૂત વધુ તપાસ ચલાવી  રહ્યા છે. બનાવના પગલે નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application