BREAKING NEWS

જામનગર અભ્યમ ટીમ દ્વારા વૃઘ્ધાનું પરિવાર સાથે મિલન

  • November 26, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરની અભયમ ટીમે પેટ્રોલ પંપ પાસે બેસેલ મળી આવેલા નિ:સહાય એવા શારીરિક અશક્ત વૃદ્ધાને મદદ કરી પરીવારજનો સાથે મેળાપ કરાવેલ છે .


એક જાગૃત નાગરિક દ્વારા  શારીરિક અશક્ત એવા નિ:સહાય  વૃદ્ધ મહીલા ની, મદદ માટે ૧૮૧ અભયમ ટીમ નો સંપર્ક સાધ્યો, જેની જાણ થતાની સાથે તાત્કાલિક ધોરણે ૧૮૧ ટીમ ના કાઉન્સેલર રૂપલ મકવાણા મહીલા કોન્સ્ટેબલ ગીતાબેન ધરવિયા અને ડ્રાઈવર સુરજીતભાઈ વાઘેલા સહિત ની ટીમ  ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચતા સાથે ટીમ દ્વારા વૃદ્ધા ને ભાવનાત્મક ટેકો પુરો પડેલ અને ત્યાર બાદ કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલ કે વૃદ્ધા ની  ઉ. વ.અંદા- ૭૫ હોય અને તેઓ મંદિર જવા માટે રિક્ષામાં બેઠેલા અને રીક્ષા ચાલક નશાની હાલતમાં હોય તેથી બીજા રસ્તા પર છોડીને જતા રહેલા હોય જેથી  વૃદ્ધાની યાદશક્તિ નબળી હોવાથી તેમને રસ્તાની જાણ ન હોય અને ભૂલા પડેલ હોય'

તેઓ માત્ર તેમનું નામ અને દીકરાનું નામ જ જણાવતાં હતા તેમજ રહેવાસી વિસ્તાર ની તૂટક એવી અપૂરતી માહીતિ આપી શકતા, હોય , જેથી અભયમ ટીમ દ્વારા કુશળ કાઉન્સેલિંગ કરી, સઘન પ્રયત્નો કરતાં સાથે વૃદ્ધા દ્વારા આપતી તૂટક માહીતિના આધારે આસપાસના વિસ્તારો માં પૂછપરછ કરતાં  તેમજ સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરતાં આખરે એક વ્યક્તિ દ્વારા વૃદ્ધાની ઓળખ થય હોઈ તથા તેના દ્વારા વૃદ્ધા નાં પરિવારજનો સાથે  સંપર્ક થતા,  વૃદ્ધાના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરતાં જણાવે, તેમનાં બા સવારે ઘરેથી નીકળી ગયા હોય, તથા તેમને પરત નો રસ્તો યાદ નહિ હોતો, તેઓ બધા સવારથી બા ની શોધ કરે છે  જેથી વૃદ્ધ મહિલા નું કુશળ કાઉન્સેલિંગ કરી ને પરિવાર સાથે મિલન કરાવેલ છે. તેમજ વૃદ્ધાનો તેમનાં પરીવારજનો સાથે મેળાપ કરાવતાં પરિવારજનોએ ૧૮૧ અભયમ ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application