BREAKING NEWS

જામનગર જીલ્લા પોલીસ દ્વારા ૧૧૭૬ વાહનોની જાહેર હરાજી

  • October 06, 2025 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર ગ્રામ્ય પોલીસ દ્વારા તાજેતરમાં વાહનોની હરાજી કર્યા બાદ જામનગર જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી મુદામાલ તરીકે કબ્જે કરેલ પડેલા વાહનની નિયમ અનુસાર જાહેર હરાજી યોજવામાં આવી હતી જેમાં ૧૧૭૯ વાહનોની હરાજી કરતા રૂ. ૫૦.૫૫ લાખની સરકારની તિજોરીમાં રકમ જમા થઇ હતી.


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા, ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડયા મુખ્ય મથક પોલીસ હેડ કવાર્ટરના સુપરવિઝન હેઠળ સપ્ટેમ્બર માસમા જામનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા લાંબા સમયથી મુદામાલના કબ્જે કરેલ વાહનો પડેલ. આ વાહનની નિયમાનુસાર જાહેર હરાજી યોજવામાં આવેલ, આ હરાજીમાં કુલ ૧૧૭૯ વાહનોની જાહેર હરાજી કરી ૫૦.૫૫.૫૦૦ નાણા તિજોરીમાં જમા લેવામાં આવેલ છે.


આ કામગીરીમાં સીટી-એ,બી,સી, પંચ-એ, પંચ-બી, કાલાવડ ટાઉન, રૂરલ, જોડીયા, ધ્રોલ, સિકકા, એલસીબીની સાથો સાથ કામગીરીમાં ક્રાઇમ રાઇટર હેડ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application